સ્કાય-ડાઇવરે ૧૦,૦૦૦ ફુટની ઊંચાઈએ મેકઅપ કર્યો

13 May, 2023 01:00 PM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

સ્કાય-ડાઇવિંગ કરતી વખતે મેકઅપ કર્યાનો વિડિયો પોસ્ટ કર્યો છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ઍડ્વેન્ચરસ હોવું દરેકના સ્વભાવમાં નથી હોતું, સ્કાય-ડાઇવિંગ અને બન્જી જમ્પિંગ જેવી રમતો ઘણા ઓછા લોકોને પ્રિય હોય છે. કેટલાક લોકો સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવામાં કુશળ હોય છે, તો કેટલાક સ્કિન કૅરમાં માહેર હોય છે, પરંતુ સ્કાય-ડાઇવિંગ કરતી વખતે મેકઅપ કરનાર વ્યક્તિ તમે ક્યારેય જોઈ છે ખરી?

વેલ, અમેરિકાના ફ્લૉરિડાની પામ ​સિટીની રહેવાસી તથા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્સર મૅકેના નાઇપે ૧૦,૦૦૦ ફુટની ઊંચાઈએથી સ્કાય-ડાઇવિંગ કરતી વખતે મેકઅપ કર્યાનો વિડિયો પોસ્ટ કર્યો છે. તેના આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર પાંચ લાખ વ્યુઝ મળ્યા છે. લોકોએ તેની સાહસપ્રિયતાને વખાણીને વિડિયોની અઢળક સરાહના કરી છે.

offbeat news international news social networking site