આગામી ૭૭ વર્ષમાં ભારતની વસ્તી થઈ જવાની છે ૨૮૮ કરોડ

18 April, 2024 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૧માં છેલ્લી વસ્તીગણતરી હાથ ધરવામાં આવી ત્યારે ભારતની વસ્તી ૧૨૧ કરોડ હતી.

પ્રતીકાત્મક તસવીર

યુનાઇટેડ નેશન્સ પૉપ્યુલેશન ફન્ડ (UNFPA)ના એક અહેવાલ અનુસાર ભારતની વસ્તી ૧૪૪ કરોડ સુધી પહોંચી ગઈ છે અને ૭૭ વર્ષમાં વસ્તી બમણી થવાનો અંદાજ છે. રિપોર્ટ અનુસાર ૧૪૪.૧૭ કરોડની અંદાજિત વસ્તી સાથે ભારત વૈશ્વિક સ્તરે પ્રથમ ક્રમે છે અને ત્યાર બાદ ૧૪૨.૫ કરોડ વસ્તી સાથે ચીનનો નંબર આવે છે. ૨૦૧૧માં છેલ્લી વસ્તીગણતરી હાથ ધરવામાં આવી ત્યારે ભારતની વસ્તી ૧૨૧ કરોડ હતી.

UNFPAના રિપોર્ટ અનુસાર ભારતની વસ્તીનું બ્રેકઅપ જુઓ 

દેશમાં ૨૪ ટકા વસ્તી ૦-૧૪ વયજૂથની છે
૧૭ ટકા વસ્તી ૧૦-૧૯ વર્ષના લોકોની છે 
૧૦-૨૪ વર્ષની ઉંમરના લોકો ૨૬ ટકા 
૧૫-૬૪ વર્ષના લોકો ૬૮ ટકા
૭ ટકા વસ્તી ૬૫ વર્ષ અને તેથી વધુ વયની 

offbeat videos offbeat news national news