લુધિયાણાની સુપરમાર્કેટમાં ઝુકીની નહીં જુગની મળશે

23 November, 2020 10:03 AM IST  |  Mumbai | Mumbai correspondent

લુધિયાણાની સુપરમાર્કેટમાં ઝુકીની નહીં જુગની મળશે

લુધિયાણાની સુપરમાર્કેટમાં ઝુકીની નહીં જુગની મળશે

અંગ્રેજી ચીજોનાં સાચાં નામ અને ઉચ્ચાર બધાને આવડે એ જરૂરી નથી, પરંતુ જ્યારે એના સ્પેલિંગમાં પણ બાંધછોડ થાય તો અર્થનો અનર્થ થઈ જાય. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક ટ્વિટર-યુઝરે લુધિયાણા સુપરમાર્કેટના શેલ્ફ પરથી લીધેલો એક ફોટો શૅર કર્યો છે, જેમાં ‘ઝુકીની’નું નામ ‘જુગની’ લખાયેલું જોઈ શકાય છે.  ફોટો સાથે કૅપ્શનમાં તેણે લખ્યું છે, ‘ઝુકીની પંજાબમાં આવીને જુગની થઈ ગઈ છે. પંજાબની બોલી ઝુકીનીને પણ જુગની બનાવી દે છે.’ આગિયાને પંજાબીમાં જુગનુ કહેવાય છે, જેનું સ્ત્રીલિંગ જુગની એવું થાય છે. જોકે કેટલાક લોકોએ આનો બચાવ કરતાં કહ્યું છે કે વિદેશમાં પણ ભારતીય નામના સ્પેલિંગમાં ભૂલ થતી હોય છે.

national news offbeat news ludhiana