20 July, 2026 04:22 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
ચીનમાં ખાસ પ્રજાતિના વાંદરાઓની કિંમત પચીસ લાખ રૂપિયા થઈ ગઈ
ચીનમાં વાંદરાઓની કિંમત લાખોમાં થઈ ગઈ છે. એનું કારણ છે એ છે કે અહીં વૈજ્ઞાનિક પ્રયોગો અને રિસર્ચમાં વાંદરાનો ઉપયોગ થાય છે. ક્રૅબ-ઈટિંગ મકાક પ્રજાતિના વાંદરાઓ કેટલીક નવી દવાઓના પરીક્ષણમાં ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે. એક વર્ષ પહેલાં આ મન્કીની કિંમત ૧૦ લાખ રૂપિયા હતી, હવે એ વધીને પચીસ લાખ સુધી પહોંચી ગઈ છે. ચીનમાં દવાઓ પર અઢળક રિસર્ચ પ્રોજેક્ટ્સ થઈ રહ્યા હોવાથી આ અછત સર્જાઈ છે. ગ્વાંગઝોઉની જિનાન યુનિવર્સિટીના એક વૈજ્ઞાનિકના કહેવા મુજબ દર વર્ષે એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને ૩૦થી ૫૦ વાંદરાઓની જરૂર પડે છે. જોકે હવે એમની કિંમત વધી ગઈ હોવાથી પ્રયોગોને પ્રાયોરટાઇઝ કરીને કેટલાક પ્રોજેક્ટ્સ રોકવાની નોબત આવી છે.