આઇએએસ અધિકારીની ૧૦મા ધોરણની માર્કશીટે ટ્‍વિટર-યુઝર્સને પ્રોત્સાહિત કર્યા

11 July, 2022 08:28 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તેમની પોસ્ટ ઘણી વાઇરલ થઈ હતી

આઇએએસ અધિકારી અવનિશ શરનની માર્કશીટ

આઇએએસ અધિકારી અવનિશ શરન સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ છે.  તેઓ પોતાના ટ્‍વિટર અકાઉન્ટ પર અવારનવાર રમૂજી અને પ્રેરણાત્મક સામગ્રી મૂકતા રહે છે. છઠ્ઠી જુલાઈએ તેમણે પોતાની ૧૦મા ધોરણની માર્કશીટ ટ્‍વિટર પર શૅર કરી છે, જેણે નેટિઝન્સનો આત્મવિશ્વાસ વધાર્યો છે.

ટ્‍વિટર પર શૅર કરવામાં આવેલી અવનિશ શરનની માર્કશીટ પરથી એ સ્પષ્ટ થાય છે કે તેમણે ૧૯૯૬માં બિહાર સ્કૂલ એક્ઝામિનેશન બોર્ડમાંથી ૧૦મા ધોરણની પરીક્ષા પાસ કરી હતી. ૨૦૦૯ના બૅચમાં આઇએએસ અધિકારી બનેલા શરને ૧૦મા ધોરણમાં ૭૦૦માંથી ૩૧૪ માર્ક મેળવ્યા હતા, જે અંદાજે ૪૫ ટકા જેટલા થાય છે.

તેમની પોસ્ટ ઘણી વાઇરલ થઈ હતી તથા અનેક લોકોએ એમાંથી પ્રેરણા લઈને જીવનમાં આગળ વધવા માટે ૧૦મા ધોરણમાં મળેલા માર્ક્સ વધુ મહત્ત્વ નથી ધરાવતા એ તથ્યને સ્વીકાર્યું છે. 

offbeat news national news