હૈદરાબાદવાસીએ ભારતની સૌથી મોંઘી સુપરકાર ખરીદી

16 December, 2022 12:05 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

એક રિપોર્ટ અનુસાર નાસીર કદાચ ભારતમાં 765LT સ્પાઇડરનો પહેલો કસ્ટમર છે

હૈદરાબાદનો બિઝનેસમૅન નાસીર ખાન અને મૅક્‍લારેન 765LT સ્પાઇડર

હૈદરાબાદનો બિઝનેસમૅન નાસીર ખાન મૅક્‍લારેન 765LT સ્પાઇડર કારનો માલિક બન્યો છે. ભારતમાં વેચાણ માટે ઑફિશ્યલી અવેલેબલ સૌથી કીમતી સુપરકાર્સમાં મૅક્લારેન 765LT સ્પાઇડરનો સમાવેશ થાય છે, જેની કિંમત ૧૨ કરોડ રૂપિયા છે. એક રિપોર્ટ અનુસાર નાસીર કદાચ ભારતમાં 765LT સ્પાઇડરનો પહેલો કસ્ટમર છે. આ શાનદાર કાર મૅક્‍લારેન દ્વારા બનાવવામાં આવેલી સૌથી ઝડપી કન્વર્ટિબલ કાર છે. એની એરોડાયનૅમિક ડિઝાઇન ખાસ સૌકોઈનું ધ્યાન ખેંચે છે. 

offbeat news hyderabad national news