પત્ની બે સીટ પર લંબાવીને સૂઈ ગઈ ને પતિ છ કલાક ઊભો રહ્યો

09 September, 2019 11:31 AM IST  |  અમેરિકા

પત્ની બે સીટ પર લંબાવીને સૂઈ ગઈ ને પતિ છ કલાક ઊભો રહ્યો

અમેરિકાના લાઇફકોચ કર્ટની લી જૉન્સને ટ્‍‍વિટર પર એક ઇમેજ અપલોડ કરી છે અને દાવો કર્યો છે કે પોતાની પત્ની ફ્લાઇટમાં સૂઈ શકે એ માટે પતિ પોતાની જગ્યા પરથી ઊભો થઈ ગયો અને છ કલાક ઊભો રહ્યો. આ તસવીર વાઇરલ થતાં શરૂઆતમાં તો લોકોએ પત્નીને સેલ્ફિશ અને પતિને બિચારો-બાપડો કહીને છાજિયાં લેવાં શરૂ કર્યાં, પરંતુ એ પછી કોઈક ડાહ્યા માણસે શંકાની સોય ઊભી કરી. શું ખરેખર ફ્લાઇટમાં તમે પૅસેજમાં ઊભા રહી જાઓ તો ફ્લાઇટ-અટેન્ડન્ટ તમને ઊભા રહેવા દે ખરી? સામાન્ય રીતે અટેન્ડન્ટ પેસેન્જર્સને પોતાની જગ્યાએથી પાંચ મિનિટ માટે પણ પૅસેજમાં ઊભા રહેવા દેતા નથી ત્યાં કોઈ છ-છ કલાક સુધી ઊભું રહે એ સંભવ છે ખરું? લાઇફકોચે તો પતિના પત્ની માટેના પ્રેમને વર્ણવવા માટે આ તસવીર શૅર કરી હતી, પણ વાતનું વતેસર થઈ ગયું. કોઈ સ્ત્રી આવું કરે અને ઍરલાઇન આવું થવા દે એ બન્ને વાતો માન્યામાં આવે એવી તો નથી જ. હવે લોકો આ યુગલને શોધી રહ્યા છે અને જો તેઓ સામે આવીને કંઈક ખુલાસો કરે તો જ ખબર પડે કે આ તસવીરની હકીકત શું છે?

આ પણ વાંચોઃ દસ ‌દીકરાઓ પછી આખરે દીકરી અવતરી આ યુગલના ઘરે

offbeat news hatke news united states of america