31 August, 2021 11:04 AM IST | Serbia | Gujarati Mid-day Correspondent
તસવીર : એ.એફ.પી.
દક્ષિણ-પૂર્વ યુરોપમાં સર્બિયાથી અલગ પડેલા કોસોવો દેશમાં પ્રિસ્ટિના ખાતે રવિવારે એક સ્થળે ‘ઇન્ટરનૅશનલ ડે ઑફ ધ ડિસએપિયર્ડ’ નિમિત્તે માનવના કદના આકારનાં કાર્ડબોર્ડ પ્રદર્શનાર્થે મૂકવામાં આવ્યાં હતાં. દરેક દેશમાં (ખાસ કરીને સારી છાપ ધરાવતી કેટલીક વ્યક્તિઓ) જેલમાં બંધ હોવાને કારણે કે તેના સંબંધીઓ તથા કાનૂની સલાહકારોની જાણ બહાર રાખવામાં આવ્યાં હોય છે. આવી વ્યક્તિઓને યાદ કરવાના હેતુથી આ દિન મનાવવામાં આવે છે. ૧૯૯૯ના કોસોવો યુદ્ધથી માંડીને અત્યાર સુધી ૧૬૩૦ જેટલા લોકો (જેમાં મોટા ભાગના આલ્બેનિયાના હતા)ની ભાળ હજી પણ નથી મળી.