આ છે યુરોપની સૌથી મોટી ફૅન્સી ડ્રેસ પાર્ટીની ઝલક

19 November, 2022 12:19 PM IST  |  Europe | Gujarati Mid-day Correspondent

સ્પેનના ટાઉન બેનિડોર્મની ઍન્યુઅલ સ્ટ્રીટ પાર્ટીમાં લોકો વિચિત્ર કૉસ્ચ્યુમ્સમાં જોવા મળ્યા હતા

આ છે યુરોપની સૌથી મોટી ફૅન્સી ડ્રેસ પાર્ટી

સ્પેનના ટાઉન બેનિડોર્મની ઍન્યુઅલ સ્ટ્રીટ પાર્ટીમાં લોકો વિચિત્ર કૉસ્ચ્યુમ્સમાં જોવા મળ્યા હતા. લોકોએ સ્થાનિક અમેરિકન હેડવેર પહેર્યાં હતાં. બેનિડોર્મની આ ઍન્યુઅલ ફૅન્સી ડ્રેસ પાર્ટી વાસ્તવમાં બ્રિટનવાસીઓમાં હિટ છે. જેઓ આ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પર મોટી સંખ્યામાં પહોંચી જાય છે. આ કૉસ્ચ્યુમ પાર્ટી દર વર્ષે યોજાય છે, જેમાં જુદા-જુદા પ્રકારનું મ્યુઝિક પ્લે થાય છે અને ચારે તરફ લોકો કલરફુલ કૉસ્ચ્યુમ્સમાં જોવા મળે છે. યુરોપની આ સૌથી મોટી ફૅન્સી ડ્રેસ પાર્ટીની શરૂઆત ૨૦ વર્ષ પહેલાં થઈ હતી અને ત્યારથી એમાં ભાગ 
લેનાર વ્યક્તિઓની સંખ્યા સતત વધતી રહી છે. 

offbeat news europe