27 June, 2026 01:17 PM IST | El Salvador | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અલ સૅલ્વેડોર દેશના સૅન સૅલ્વેડોર શહેરમાં અચાનક ભારે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિને કારણે ફુટબૉલ વર્લ્ડ કપના માહોલમાં ભંગાણ પડ્યું હતું. શહેરમાં ઠેર-ઠેર સજાવવામાં આવેલા જાયન્ટ ફુટબૉલના સિમ્બૉલ્સમાંથી એક ફુટબૉલ છૂટો પડીને મુક્ત થઈને રોડ પર લહેરાવા લાગ્યો હતો. આ ફુટબૉલ કાર અને ટેમ્પોની સાઇઝ કરતાં પણ મોટો હતો અને રોડ પર આવી જવાથી કારો અટવાઈ ગઈ હતી.