કંટાળો દૂર કરવા આ છોકરીએ તેના ડૉગીને લીલા રંગે રંગી નાખ્યો

05 May, 2020 09:12 AM IST  |  Northern Ireland | Gujarati Mid-day Correspondent

કંટાળો દૂર કરવા આ છોકરીએ તેના ડૉગીને લીલા રંગે રંગી નાખ્યો

શરૂઆતમાં લૉકડાઉન થયું ત્યારે લોકો ઉત્સાહમાં હતા, પણ જ્યારે લાંબા સમય સુધી ઘરબંધી રહી ત્યારે ભલભલાને કંટાળો આવવા માંડ્યો. લોકો મોનોટોની અને કંટાળાને દૂર કરવા અનેક ગતકડાં પણ કરે છે. જોકે નૉર્ધર્ન આયરલૅન્ડમાં રહેતી એક કન્યાએ કંટાળો દૂર કરવા તેના પાળેલા ડૉગીને લીલા રંગે રંગી નાખ્યો અને એનો ફોટો ઇન્ટરનેટ પર મૂક્યો હતો. નૉર્ધર્ન આયરલૅન્ડમાં રહેતી ૨૦ વર્ષની આ છોકરીએ પોતાના કંટાળાને દૂર કરવા પાળેલા ડૉગીને રંગી નાખ્યો. વળી તેને જાણ હતી કે જો તેની મમ્મીને આ વાતની ખબર પડશે તો તે તેને એમ નહીં કરવા દે એટલે મમ્મી રસોડામાં વ્યસ્ત હતી ત્યારે તેણે આ કામ કર્યું હતું. મસ્ત સફેદ રૂની પૂણી જેવા વાઇટ ડૉગીનો લીલા રંગનો ફોટો તેણે ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયા પર શૅર કર્યો. જોકે તેના રંગીન ડૉગીને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. જોકે આ છોકરી જણાવે છે કે મેં અનેક લોકોને ડૉગીને લીલા કલરમાં રંગેલો જોયો હતો અને એથી જ મેં આ સાહસ કર્યું હતું.

છોકરીનું કહેવું છે કે મારી મમ્મી ડૉગીને ખૂબ પ્રેમ કરે છે અને તેને ઘરના એક સભ્યની જેમ જ ટ્રીટ કરે છે. કલર કરેલા ડૉગીને જોઈને તેની મમ્મી તેના પર ગુસ્સે ભરાઈ હતી એનો પણ વિડિયો તેણે શૅર કર્યો છે. 

offbeat news northern ireland