ગર્ભવતી બનવા માટે મહિલાઓ આ તોપના આશીર્વાદ લે છે

14 July, 2025 12:03 PM IST  |  Putrajaya | Gujarati Mid-day Correspondent

એક સમયે આ તોપનો ઉપયોગ ડચ સૈન્ય યુદ્ધના સમયે કરતું હતું, પણ હવે પ્રજનનક્ષમતા વધારવા માટે એના આશીર્વાદ લેવામાં આવે છે.

મલેશિયાની ૧૭મી સદીની સેરી રામબાઈ તોપના આશીર્વાદ લેવાથી મહિલાઓ ગર્ભવતી બને

મલેશિયાની ૧૭મી સદીની સેરી રામબાઈ તોપના આશીર્વાદ લેવાથી મહિલાઓ ગર્ભવતી બને છે એવી માન્યતા હોવાથી માતૃત્વ ઝંખતી ઘણી મહિલાઓ આ તોપનાં દર્શને જઈ રહી છે. એક સમયે આ તોપનો ઉપયોગ ડચ સૈન્ય યુદ્ધના સમયે કરતું હતું, પણ હવે પ્રજનનક્ષમતા વધારવા માટે એના આશીર્વાદ લેવામાં આવે છે. આ તોપને પેનાંગમાં ફોર્ટ કૉર્નવોલિસ ખાતે રાખવામાં આવી છે અને ગર્ભધારણની આશા રાખતી સ્ત્રીઓ એની પૂજા સાત રંગનાં ફૂલોથી કરે છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ આ તોપમાં કામોત્તેજક શક્તિઓ છે જે એને યુદ્ધના પ્રતીકમાંથી આશા, જીવન અને માતૃત્વના પ્રતીકમાં રૂપાંતરિત કરે છે. આમ એક ઐતિહાસિક અવશેષ હવે આધ્યાત્મિક ચિહ્‍ન પ્રતીક બની ગયો છે.

malaysia international news news world news social media offbeat news