05 March, 2023 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આવી હેરસ્ટાઇલ માટે એક સ્પર્ધામાં ભાગ લેવો પડે
ઉત્તર પશ્ચિમ કૅનેડાના પ્રદેશ યુકોનમાં ઍક્લિપ્સ નૉર્ડિક ગરમ પાણીનાં ઝરણાં ખાતે યોજાતી હેર ફ્રીઝિંગ સ્પર્ધામાં મૅડકૅપ સ્પર્ધકો અવનવી અને વિચિત્ર સ્ટાઇલ પ્રદર્શિત કરી રહ્યા છે. આ સ્પર્ધા ૨૫ માર્ચ સુધી ખુલ્લી રહેશે.
આ સ્પર્ધામાં તમામ સ્પર્ધકો અગાઉ ગરમ પાણીનાં ઝરણાંમાં કૂદી પડે છે. અહીં પાણી હંમેશાં ૪૨ સેલ્સિયસ (૧૦૭ ફૅરનહાઇટ) જેટલું હોય છે. હવામાનનો પારો માઇનસ ૨૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે સ્પર્ધકોની એન્ટ્રી સ્વીકારવામાં આવે છે.
આ સ્પર્ધામાં શ્રેષ્ઠ સ્ત્રી, શ્રેષ્ઠ પુરુષ, શ્રેષ્ઠ ગ્રુપ, શ્રેષ્ઠ ચહેરાના વાળ, મોસ્ટ ક્રીએટિવ અને પીપલ્સ ચૉઇસ અવૉર્ડ મળી કુલ ૬ કૅટેગરી હોય છે. આ સ્પર્ધામાં નિર્ણાયક મુદ્દો યોગ્ય હવામાન છે.