નૉર્મલ ડૉગી કરતાં વધુ તરવરાટ ધરાવે છે આ બે પગાળો ડૉગી

15 July, 2019 08:49 AM IST  |  ફ્લોરિડા

નૉર્મલ ડૉગી કરતાં વધુ તરવરાટ ધરાવે છે આ બે પગાળો ડૉગી

ટ્રીઈંગ વોકર

જ્યારે ભગવાન કુદરતી રીતે કશીક ખોટ આપે છે ત્યારે એને ઓવરકમ કરવાની ક્ષમતા પણ સાથે જ આપે છે. એ વાત માણસ અને પ્રાણી બન્ને માટે સાચી હોય એવું ફ્લોરિડામાં રહેતા ટ્રીઇંગ વૉકર નામના ડૉગીને જોતાં લાગે. આ ડૉગીની ઉંમર છે હજી માત્ર એક વર્ષ. જોકે જન્મ્યો ત્યારે તેના પાછળના બન્ને પગ અને પૂંછડી અચેતન હતા. મતલબ કે એના પાછલા પગ અવિકસિત અને ઉપયોગ કરી ન શકાય એવા હતા. છ મહિના પહેલાં ઓહાયોમાં રહેતા એક પરિવારે આ ડૉગીને દત્તક લીધો અને તેની સારવાર કરી. તેના પગનું કંઈ જ થઈ શકે એમ ન હોવાથી આખરે બન્ને પગ કપાવી નાખવાનું નક્કી કર્યું જેથી ડૉગીને તેના પગ ઢસડીને ફરવું ન પડે. થયું પણ કલ્પના મુજબ જ. પગ અને પૂંછડી કાપી નાખ્યાં પછી થોડા જ દિવસમાં ડૉગીભાઈ બે પગે સંતુલન જાળવીને ઊભા રહેતા શીખી ગયા અને પછી તો પીઠ ઊંચી કરીને બે પગે દોડવા પણ માંડ્યા.

આ પણ વાંચોઃ આ શહેરમાં તમામ બસ-સ્ટોપની છત પર બનાવવામાં આવ્યું છે મધમાખીઓનું અભયારણ્ય

તાજેતરમાં તેના માલિકે નૉર્મલ ડૉગીની સાથે ફ્રીસબી રમતા બે પગાળા ડૉગીનો વિડિયો શૅર કર્યો છે. ખરેખર ડૉગીએ તેની ગતિ, ઉત્સાહ અને ચપળતા જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સનું દિલ જીતી લીધું.

offbeat news hatke news