08 July, 2024 11:30 AM IST | Florida | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સાપ અને મગર જેવાં ખતરનાક સરિસૃપ વર્ગનાં પ્રાણીઓ સાથે ચેડાં કરવાનું પ્રાણઘાતક નીવડી શકે છે, પણ કેટલાક લોકોને એમાં મજા આવે છે. તાજેતરમાં એક વિડિયો ફરે છે જેમાં ફ્લૉરિડાનો એક યુવક મધદરિયે મગર સાથે મસ્તી કરતો જોવા મળે છે. તે બોટમાંથી નીચે નમીને મગરને જાણે બિઅરની બૉટલ લેવા માટે લલચાવે છે. મગર મોં ખોલે છે એટલે તે બૉટલનું ઢાંકણું મગરના દાંતમાં લગાવે છે. શાર્પ દાંતથી બૉટલના ઢાંકણામાં કાણું પડી જાય છે અને થોડો બિઅર મગરના મોઢામાં જાય છે. એ પછી મગર પાછો પાણીની અંદર જતો રહે છે. આ વિડિયો જોઈને એક જણે કમેન્ટ કરી હતી, ‘બિઅરનું ઢાંકણું ખોલવા ટૂલની પસંદગી મજાની હતી.’