19 September, 2026 01:50 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
લિવિંગ રૂમને સાફ કરવો, કપડાં વાળવાં, વિખેરાયેલાં રમકડાંને એક જગ્યાએ ગોઠવીને મૂકવાં જેવાં કામો રોબોએ આરામથી કરી લીધાં હતાં
અમેરિકાની એક રોબોટિક કંપનીએ હેલિક્સ 2.5 નામના લેટેસ્ટ વર્ઝનવાળા રોબો બહાર પાડ્યા છે. આ રોબો મોસ્ટ ઍડ્વાન્સ્ડ ન્યુરલ નેટવર્ક ધરાવે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું પાવરફુલ નેટવર્ક ધરાવતા આ હ્યુમનૉઇડ રોબોઝને કંપનીએ કોઈ જ તાલીમ વિના જે નવા ઘરમાં જાય છે ત્યાંની ચીજોથી માહિતગાર કર્યા વિના જ કામ માટે તહેનાત કરી દીધા. કંપનીએ ૩૦ અનફૅમિલિયર ઘરોમાં રોબો તહેનાત કર્યા હતા અને તેમને આ પહેલાં કદી ન કરાવ્યાં હોય એવાં કામો કરવાનું કહેવાયું હતું. લિવિંગ રૂમને સાફ કરવો, કપડાં વાળવાં, વિખેરાયેલાં રમકડાંને એક જગ્યાએ ગોઠવીને મૂકવાં જેવાં કામો રોબોએ આરામથી કરી લીધાં હતાં.