30 April, 2024 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પોતાના સંતાન માટે પર્ફેક્ટ લાઇફ-પાર્ટનર શોધવો એ દરેક માતા-પિતા માટે બહુ મોટું કામ હોય છે. તેઓ ઑનલાઇન પ્લૅટફૉર્મ પર મૅટ્રિમોનિયલ પ્રોફાઇલ બનાવવાથી લઈને ન્યુઝપેપરમાં જાહેરાત અપાવે છે અને ક્યારેક સોશ્યલ મીડિયાનો સહારો પણ લે છે. ઇન્દોરમાં એક વ્યક્તિએ પોતાની દીકરી માટે જીવનસાથી શોધવા મૅચમેકિંગ એજન્સીને ૩ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તેમણે પૅકેજમાં એવી શરત રાખી હતી કે તેઓ માત્ર એવા મુરતિયા પર મહોર મારશે જેનું ટર્નઓવર ૨૦૦ કરોડ રૂપિયાથી વધુ હોય. છોકરીની એક બહેનપણીએ આ વાત તેના સોશ્યલ મીડિયા ફૉલોઅર્સ સાથે શૅર કરી હતી. તેણે એવું પણ જણાવ્યું હતું કે તેની ફ્રેન્ડના પરિવારે અત્યાર સુધીમાં ૮૦ જેટલા મુરતિયા રિજેક્ટ કર્યા છે. એક યુઝરે આના પર રમૂજ કરી કે ‘મારા પપ્પા તો કોઈ પણ છોકરીને મારી સાથે પરણાવવા ૩ લાખ આપી દેશે.’