સાઉથ આફ્રિકામાં બે માથાંવાળો અત્યંત દુર્લભ સાપ જોવા મળ્યો

02 July, 2022 08:30 AM IST  |  Durban | Gujarati Mid-day Correspondent

સાપ લગભગ ૩૦ સેન્ટિમીટર લાંબો હતો

બે માથાંવાળો સાપ

સાઉથ આફ્રિકાના ડર્બનના ન્દ્વેદ્વે શહેરના એક રહેવાસીએ તેના બગીચામાં બે માથાંવાળો સાપ જોતાં પોતાના બચાવ માટે સાપ પકડનાર નિક ઇવાન્સ નામની વ્યક્તિને બોલાવ્યો હતો. સદ્ભાગ્યે આ પ્રજાતિના સાપ નુકસાન નથી પહોંચાડતા, પરંતુ તેનાં બે માથાં જોઈને ડર લાગવો સ્વભાવિક હતો. તે વ્યક્તિ કોઈ પણ જીવને હાનિ પહોંચાડવાની ઇચ્છા રાખતો ન હોવાથી એને બૉટલમાં ભરીને સુર​ક્ષિત સ્થળે મૂકી આવવા ઇચ્છતો હતો.

નવાઈની વાત એ છે કે સાપ પકડનારે પણ બે માથાંવાળો સાપ પહેલી વાર જોયો હતો, જે લગભગ ૩૦ સેન્ટિમીટર લાંબો હતો.  

આ સાપને સરકતો જોવો એ પણ એક લહાવો છે. ઘણી વાર બન્ને માથાં એકબીજાથી વિપરીત દિશામાં જવા માગતાં હોય છે, તો ઘણી વાર એક માથું બીજા માથા પર આરામ કરતું હોય એમ ટેકવેલું હોય છે. ઘણી ધીમી ગતિએ સરકી શકતા હોવાથી એ જલદીથી શિકાર થઈ જતા હોય છે અને આમ આ સાપ વધુ સમય જીવતા નથી. 

offbeat news international news south africa