તમારા બાળક માટે હેલ્થ ડ્રિન્ક ખરીદતા હો તો સાવધાન, ભારતમાં એવું કંઈ છે જ નહીં

27 March, 2024 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

NCPCRએ મિનિસ્ટ્રી ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીને પણ લખ્યું છે કે તમામ ઈ-કૉમર્સ કંપનીઓને કહેવામાં આવે કે તેઓ તેમની સાઇટ પરથી હેલ્થ ડ્રિન્કની કૅટેગરી હેઠળ વેચાતાં તમામ પીણાં હટાવી લે

પ્રતીકાત્મક તસવીર

ભારતના ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ‍્સ ઍક્ટ ૨૦૦૬માં ‘હેલ્થ ડ્રિન્ક’નો કોઈ ઉલ્લેખ નથી એ વાતની ખબર છે તમને?
નૅશનલ કમિશન ફૉર પ્રોટેક્‍શન ઑફ ચાઇલ્ડ રાઇટ‍્સ (NCPCR)એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કન્ઝ‍્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ‍્સને લખ્યું છે કે દુકાનોમાં બોર્નવિટા સહિતનાં કોઈ પણ ડ્રિન્ક, પીણાં હેલ્થ ડ્રિન્ક તરીકે ન વેચાવાં જોઈએ. NCPCRએ મિનિસ્ટ્રી ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીને પણ લખ્યું છે કે તમામ ઈ-કૉમર્સ કંપનીઓને કહેવામાં આવે કે તેઓ તેમની સાઇટ પરથી હેલ્થ ડ્રિન્કની કૅટેગરી હેઠળ વેચાતાં તમામ પીણાં હટાવી લે. બાળકોના એનર્જી ડ્રિન્ક તરીકે વેચાતા બોર્નવિટામાં ખાંડનું પ્રમાણ ખૂબ વધુ હોય છે અને બાળકોની હેલ્થને નુકસાન કરે એવી વસ્તુઓ પણ હોય છે એવું મીડિયા રિપાર્ટ‍્સમાં વાંચ્યા પછી NCPCRએ આ બાબત હાથમાં લીધી છે. NCPCRએ આ સંદર્ભમાં બોર્નવિટા બનાવતી કંપનીને કન્ઝ‍્યુમર અફેર્સના મંત્રાલયને તથા ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ‍્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)ને નોટિસ પણ મોકલી હતી. FSSAIએ કહ્યું હતું કે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ‍્સ ઍક્ટ ૨૦૦૬ અંતર્ગત ‘હેલ્થ ડ્રિન્ક’ની કોઈ વ્યાખ્યા નથી કરવામાં આવી.

offbeat videos offbeat news food and drug administration