મિઝોરમની સ્કૂલમાં ટ‍્વિન્સની ૮ જોડી જોઈને સોશ્યલ મીડિયા પણ થઈ ગયું કન્ફ્યુઝ

18 May, 2024 01:46 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

૮માંથી ૭ જોડી આઇડેન્ટિકલ ટ‍્વિન્સ અને એક જોડી ફ્રેટરનલ ટ‍્વિન્સ છે

ટ‍્વિન્સની આઠ જોડી

જોડિયાં બાળકોને જોઈને લોકોમાં ઘણી વાર ઉત્સુકતા જોવા મળે છે. જોકે મિઝોરમની એક પ્રાથમિક શાળામાં ટ‍્વિન્સની આઠ જોડીએ એકસાથે પ્રવેશ મેળવ્યો હતો જેનો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ ફોટો મિઝોરમની રાજધાની આઇઝોલમાં ગવર્નમેન્ટ કૉલેજ વેન્ગ પ્રાઇમરી સ્કૂલનો છે. ૮માંથી ૭ જોડી આઇડેન્ટિકલ ટ‍્વિન્સ અને એક જોડી ફ્રેટરનલ ટ‍્વિન્સ છે. ફ્રેટરનલ ટ‍્વિન્સનો બે જુદા-જુદા એગમાંથી વિકાસ થાય છે અને તેઓ સરખા દેખાય એ જરૂરી નથી.

સ્કૂલમાં આ પહેલાં પણ જોડિયાં બાળકોએ પ્રવેશ લીધો હતો, પણ ૮ જોડી સ્કૂલ માટે રેકૉર્ડબ્રેક છે. આ બાળકો KG1, KG2, પહેલા અને બીજા ધોરણમાં અભ્યાસ કરશે. આ ટ‍્વિન્સમાં છોકરીઓની ૪ જોડી, છોકરાઓની ૩ જોડી અને એક ફ્રેટરનલ પૅર છે. રસપ્રદ વાત એ છે કે ફ્રેટરનલ ટ‍્વિન્સ સ્કૂલના હેડમાસ્ટરનાં છે. ૮ ટ‍્વિન્સની જોડીનો ફોટો જોઈને સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપરાંત સોશ્યલ મીડિયા યુઝર્સ પણ કન્ફ્યુઝ થઈ ગયા હતા.

mizoram offbeat news national news