અમેરિકામાં ૩૪ લાખ રૂપિયાનાં એક લાખ ઈંડાંની ચોરી

06 February, 2025 04:02 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં નૅશનલ એગ ક્રાઇસિસ ફેલાઈ ગઈ છે. દેશભરમાં ફેલાયેલા બર્ડ ફ્લુના ખતરાને કારણે લાખો મરઘીઓની કતલ કરવામાં આવી છે એટલે ઈંડાંની અછત છે અને એને કારણે ઈંડાંના ભાવ આકાશને આંબી રહ્યા છે.

એક લાખ ઈંડાંની ચોરી

અમેરિકામાં નૅશનલ એગ ક્રાઇસિસ ફેલાઈ ગઈ છે. દેશભરમાં ફેલાયેલા બર્ડ ફ્લુના ખતરાને કારણે લાખો મરઘીઓની કતલ કરવામાં આવી છે એટલે ઈંડાંની અછત છે અને એને કારણે ઈંડાંના ભાવ આકાશને આંબી રહ્યા છે. સરકારી આંકડા પ્રમાણે ગયા વર્ષ કરતાં ઈંડાંની કિંમત ૬૫ ટકા વધી ગઈ છે અને હજી ૨૦૨૫ દરમ્યાન એમાં ૨૦ ટકા વધારો થવાની શક્યતા છે.  આ પરિસ્થિતિ વચ્ચે સાઉથ-સેન્ટ્રલ પેન્સિલ્વેનિયામાં એક કંપનીના ​ડિ​સ્ટ્રિબ્યુશન માટેના વાહનમાંથી અજ્ઞાત ચોરો દ્વારા એક લાખ જેટલાં ઈંડાંની ચોરી કરવામાં આવી છે. આ ઈંડાંની કિંમત ૪૦,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૩૪ લાખ રૂપિયા છે. 

offbeat news united states of america international news world news national news Crime News