સુપરમાર્કેટ કે વાતચીતનો અડ્ડો?

12 January, 2023 12:34 PM IST  |  Amsterdam | Gujarati Mid-day Correspondent

આ પ્રયાસથી એકલવાયી જિંદગી જીવી રહેલા લોકોને મદદ મળશે એમ માનીને એની શરૂઆત કરવામાં આવી હતી

સુપરમાર્કેટ કે વાતચીતનો અડ્ડો?

અત્યારે સૌકોઈ પોતાની પ્રોફેશનલ લાઇફમાં ભાગમભાગ કરી રહ્યા છે. જોકે નેધરલૅન્ડ્સમાં સુપરમાર્કેટ્સની એક ચેઇને આ ટ્રેન્ડથી સાવ અલગ કરવાનું પસંદ કર્યું. જમ્બો સુપરમાર્કેટે સૌપ્રથમ વ્લિજમૅન ટાઉનમાં એની એક સુપરમાર્કેટમાં ચૅટ ચેકઆઉટ શરૂ કર્યું. વાસ્તવમાં સામાન ખરીદીને પેમેન્ટ કરવા માટેની આ લાઇન સામાન્ય સ્પીડ કરતાં ઓછી ગતિથી આગળ વધે છે. જેની પાછળનો હેતુ એ છે કે એ લાઇનમાં રહેલા લોકો એકબીજા સાથે વાત કરે. અફકોર્સ જેમને ઉતાવળ નથી એવા લોકો માટે જ આ લાઇન છે. આ પ્રયાસથી એકલવાયી જિંદગી જીવી રહેલા લોકોને મદદ મળશે એમ માનીને એની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં જ આ પ્રયાસને પૉઝિટિવ ફીડબૅક મળ્યું એટલે એને લીધે આ જમ્બો સુપરમાર્કેટ્સે એની અનેક બ્રાન્ચમાં પણ ચૅટ ચેકઆઉટ્સ શરૂ કરવાનો નિર્ણય કર્યો.

offbeat news international news netherlands amsterdam