દુબઈના યુટ્યુબરે ૪.૩ કરોડની ફરારી કારને ઝુમ્મર તરીકે ઘરમાં લટકાવી

19 July, 2025 03:07 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

દુબઈના યુટ્યુબર મોહમ્મદ બેરાઘદારીએ પોતાની પાંચ લાખ ડૉલર (આશરે ૪.૩ કરોડ રૂપિયા)ની ફરારી કારને ઘરની સજાવટમાં વાપરી છે અને ઘરની છતમાં ઝુમ્મર તરીકે લટકાવી દીધી છે.

ફરારી કારને ઘરની સજાવટમાં વાપરી

દુબઈના યુટ્યુબર મોહમ્મદ બેરાઘદારીએ પોતાની પાંચ લાખ ડૉલર (આશરે ૪.૩ કરોડ રૂપિયા)ની ફરારી કારને ઘરની સજાવટમાં વાપરી છે અને ઘરની છતમાં ઝુમ્મર તરીકે લટકાવી દીધી છે. મોહમ્મદ બેરાઘદારી એક ઈરાની વ્લૉગર છે જે યુનાઇટેડ આરબ અમીરાત (UAE)માં લક્ઝુરિયસ પ્રૉપર્ટીને તેના વ્લૉગમાં રજૂ કરે છે. તેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ‘મૂવલૉગ્સ’ તરીકે ઓળખાય છે અને તેણે શૅર કરેલા આ વિડિયોને ૮ લાખથી વધુ લાઇક્સ અને ૨૪ મિલ્યનથી વધુ વ્યુઝ મળ્યા છે. આ ઉપરાંત વિડિયોના કમેન્ટ સેક્શનમાં નેટિઝન્સે સંખ્યાબંધ પ્રતિક્રિયાઓ આપી છે.
આ યુટ્યુબરે કહ્યું હતું કે છત પર લટકાવેલી ફરારી અત્યાર સુધીનું તેનું સૌથી બોલ્ડ હોમ ડેકોર છે. જોકે તેણે સ્પષ્ટતા કરી કે આ વાસ્તવિક ફરારી કાર નહીં પણ જેટ કાર હતી. એને લક્ઝરી સ્પોર્ટ્સકાર જેવી દેખાડવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી, પરંતુ એનો ખરો ઉપયોગ પાણીમાં જેટ સ્કી તરીકે પણ થઈ શકે છે. તેણે જણાવ્યું હતું કે કાર કસ્ટમ પુલી
સિસ્ટમ સાથે જોડાયેલી છે અને છત પર ઊંચી કરવામાં આવી છે.

dubai youtube social media viral videos ferrari offbeat videos offbeat news