22 April, 2024 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દૂરદર્શનની કલકત્તા સેન્ટરની ઍન્કર લોપામુદ્રા સિંહા
પશ્ચિમ બંગાળમાં લાઇવ સમાચાર પ્રસારણમાં હીટવેવ વિશે સમાચાર આપતી વખતે દૂરદર્શનની એક ઍન્કર બેહોશ થઈ ગઈ હતી. દૂરદર્શનની કલકત્તા સેન્ટરની ઍન્કર લોપામુદ્રા સિંહાએ ફેસબુક પર જણાવ્યું હતું કે પ્રસારણ પહેલાં તે અસ્વસ્થતા અનુભવતી હતી, પણ તેણે કામ ચાલુ રાખ્યું હતું. પ્રસારણ દરમ્યાન ડીહાઇડ્રેશનને લીધે તેનું બ્લડ-પ્રેશર ઓછું થઈ ગયું હતું અને તે હીટવેવ વિશે અપડેટ આપી રહી હતી એ દરમ્યાન બેહોશ થઈ ગઈ હતી. ભારતીય હવામાન વિભાગે સમગ્ર દેશમાં હીટવેવની આગાહી કરતાં જણાવ્યું હતું કે એપ્રિલથી જૂન સુધીમાં ૧૦-૨૦ દિવસ સુધી લૂ લાગી શકે છે. આંધ્ર પ્રદેશ, બિહાર, ગુજરાત, ઝારખંડ, મધ્ય મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, મરાઠાવાડ, ઓડિશા અને વિદર્ભમાં ૨૦થી વધુ દિવસ હીટવેટ રહેવાની શક્યતા છે.