ડૉન્કીના દૂધમાંથી બને છે વિશ્વનું સૌથી મોંઘું ચીઝ

29 June, 2022 10:05 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

એક કિલો ચીઝ બનાવવા માટે ૨૫ લિટર ડૉન્કીનું દૂધ વપરાય છે

ડૉન્કીના દૂધમાંથી બને છે વિશ્વનું સૌથી મોંઘું ચીઝ

અમેરિકાના લાસ વેગસમાં આવેલી એક રેસ્ટોરાંમાં ૫૦૦૦ ડૉલર (અંદાજે ૪ લાખ રૂપિયા)નું બર્ગર અને ન્યુ યૉર્કની હોટેલમાં ૧૦૦૦ ડૉલર (અંદાજે ૭૯,૦૦૦ રૂપિયા)ની ઓમલેટ જોઈ. મોંઘા સ્વાદના શોખીનો તૈયાર થઈ જાઓ, કારણ કે વિશ્વનું સૌથી મોંઘું ચીઝ સર્બિયામાં ડૉન્કીના દૂધમાંથી બને છે, જેના કિલોના ભાવ ૮૦૦ પાઉન્ડ (અંદાજે ૭૭,૦૦૦ રૂપિયા) છે. એક કિલો ચીઝ બનાવવા માટે ૨૫ લિટર ડૉન્કીનું દૂધ વપરાય છે, જે વિશ્વનું સૌથી મોંઘું ચીઝ છે. અહીં ડૉન્કીનું દૂધ બૉટલમાં પણ વેચાય છે. ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા પણ દરરોજ ગધેડીના દૂધથી નહાતી હતી. અન્ય મોંઘા ચીઝમાં સ્વીડિશ ચીઝનો સમાવેશ થાય છે, જેનો કિલોનો ભાવ ૬૩૦ પાઉન્ડ (અંદાજે ૬૧,૦૦૦ રૂપિયા) છે, જે ઇટલીની ગાયના દૂધમાંથી બને છે. એ ગાય માત્ર મે-જૂન મહિનામાં જ દૂધ આપતી હોય છે. 

પેટ ડૉગ મરી ગયો તો ચિત્તાને દત્તક લીધો

વડોદરાની ગરિમા માલવણકર તેના પેટ ડૉગ પ્લુટોને ગુમાવ્યા બાદ ખૂબ દુખી થઈ ગઈ હતી. તે એની યાદમાં કંઈક કરવા માગતી હતી અને આખરે તેણે અહીંના સયાજીબાગ ઝૂનો એક ચિત્તો દત્તક લીધો છે.

offbeat news united states of america