વધતી ઉંમર છુપાવવા માટે ટ્રમ્પ ટો પૅડ્સ પહેરે છે?

27 December, 2023 11:31 AM IST  |  United states of america | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં ટ્રમ્પનો એક ફોટો વાઇરલ થયો છે જેમાં તેઓ માર-એ-લાગોમાં એક ભાષણ દરમ્યાન બે લંબચોરસ પૅડ પર ઊભા જોઈ શકાય છે.

યુએસના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ

યુએસના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વિચિત્ર વર્તન વિશે જાણીતા છે. રંગીન મિજાજી ટ્રમ્પ તેમનાં અનેક ગતકડાંઓને લીધે સોશ્યલ મીડિયામાં ઘણા ફેમસ છે. આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પના ‘ટો પૅડ્સ’ સોશ્યલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યાં છે.

તાજેતરમાં ટ્રમ્પનો એક ફોટો વાઇરલ થયો છે જેમાં તેઓ માર-એ-લાગોમાં એક ભાષણ દરમ્યાન બે લંબચોરસ પૅડ પર ઊભા જોઈ શકાય છે. આ ફોટોને જોયા બાદ લોકોએ સોશ્યલ મીડિયા પર ઘણી ઉત્સુકતા સાથે વિવિધ કમેન્ટ્સ કરી છે. એક ટ્વિટર-યુઝરે લખ્યું છે કે ‘ટ્રમ્પ અહીં શેના પર ઊભા છે? તે આનો ઉપયોગ કેટલી વાર કરે છે?’ ટ્રમ્પના અંગૂઠાના પૅડ્સના ફોટો વાઇરલ થયા પછી એક યુઝરે એક્સ પર લખ્યું છે કે ‘શું આ ટો પૅડ્સ ટ્રમ્પને આગળ ઝૂકતા અટકાવવા માટે છે?’

તો અન્ય એક યુઝરે કહ્યું કે ‘ટ્રમ્પ વૃદ્ધ વ્યક્તિની મુદ્રામાં ન આવે એ માટે તેમને મદદ કરવા અંગૂઠા લિફ્ટ કરે છે.’ કેટલાક યુઝર્સે પ્રેસ-કૉન્ફરન્સમાં આગળ ઝૂકેલા ટ્રમ્પની અગાઉની તસવીરો પણ શૅર કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ હવે ખૂબ દૂર ઝૂકવાથી બચવા માટે ‘ટો પૅડ્સ’નો ઉપયોગ કરી રહ્યા છે. અન્ય લોકોએ ટિપ્પણી કરી હતી કે તેમની આ આદત એક હેલ્થ સમસ્યાની નિશાની પણ હોઈ શકે છે.

offbeat videos offbeat news donald trump social media