ડોનાલ્ડ ટ્રમ્પને બિહારના રહેવાસી બનાવવા અરજી! SIR પાસે રહેણાંક પ્રમાણપત્રની માગ

07 August, 2025 06:57 AM IST  |  Patna | Gujarati Mid-day Online Correspondent

વાયરલ ફોર્મ, જેમાં બદલવામાં આવેલો આધારકાર્ડ નંબર, બારકોડ અને ટ્રમ્પનો ફોટો પણ સામેલ હતો, તેમાં સમસ્તીપુર જિલ્લાના એક નાના ગામ તરીકે તેમનું સરનામું દર્શાવવામાં આવ્યું હતું. અધિકારીઓએ અરજી રદ કરી હોવાનું કહેવાય છે.

વાયરલ તસવીર (સૌજન્ય: X)

બિહારમાં ચૂંટણી પહેલા ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કવાયત દરમિયાન, અનેક વિચિત્ર ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલા એક શ્વાનના નામનું રહેણાંક પ્રમાણપત્ર બન્યું હોવાનું સામે આવ્યું હતું અને હવે તો યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામે પણ બિહારમાં રહેણાંક પ્રમાણપત્ર માટે ઓનલાઇન અરજી સબમિટ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. વાયરલ ફોર્મ, જેમાં બદલવામાં આવેલો આધારકાર્ડ નંબર, બારકોડ અને ટ્રમ્પનો ફોટો પણ સામેલ હતો, તેમાં સમસ્તીપુર જિલ્લાના એક નાના ગામ તરીકે તેમનું સરનામું દર્શાવવામાં આવ્યું હતું. અધિકારીઓએ અરજી રદ કરી હોવાનું કહેવાય છે અને આ કૃત્ય માટે જવાબદાર અજાણ્યા વ્યક્તિ સામે FIR દાખલ કરવામાં આવી છે.

ટ્રમ્પની રહેણાંક પ્રમાણપત્ર માટે વાયરલ અરજીની પોસ્ટ અહી જુઓ

આ પહેલીવાર નથી જ્યારે સિસ્ટમનો દુરુપયોગ કરવામાં આવ્યો હોય. ગયા મહિને જ પટનાના મસૌરી વિસ્તારમાં, `ડૉગ બાબુ` નામના કૂતરાને રહેણાંક પ્રમાણપત્ર રીતે જાહેર કરવામાં આવ્યું હતું. RTPS પોર્ટલ દ્વારા જનરેટ કરાયેલા સત્તાવાર દસ્તાવેજમાં કૂતરાનો ફોટો દર્શાવવામાં આવ્યો હતો અને સરનામું વોર્ડ નંબર 15, કૌલીચક તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદની મજાકમાં, નવાદા જિલ્લામાં `ડૉગેશ બાબુ` નામથી બીજી કૂતરા-થીમ આધારિત અરજી સામે આવી. નવાદા જિલ્લા મેજિસ્ટ્રેટ રવિ પ્રકાશે પોતે સોશિયલ મીડિયા પર આ નકલી અરજી શૅર કરી હતી, જેનાથી લોકોનું ધ્યાન આ અંગે ખેંચ્યું હતું.

બિહારનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) શું છે?

SIR એ ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલ એક મતદાર યાદી ચકાસણી ઝુંબેશ છે, જેમાં જણાવાયું છે કે તે રાજ્યભરમાં વિસંગતતાઓને દૂર કરવા અને રેકોર્ડ અપડેટ કરવા માટે છે. નિયમિત અપડેટ્સથી વિપરીત, SIRએ તમામ પાત્ર નાગરિકો (18 અને તેથી વધુ ઉંમરના) જેઓ સાત વર્ષથી વધુ સમયથી બિહારમાં રહે છે, તેમને વિગતો ફરીથી સબમિટ કરવા અને ઉંમર અને રહેઠાણના પુરાવા તરીકે નવા દસ્તાવેજો સબમિટ કરવાની માગણી કરી.

અધિકારીઓ માને છે કે આ નકલી અરજીઓ સુધારણા પ્રક્રિયાને બદનામ કરવા અથવા વિક્ષેપિત કરવાના પ્રયાસોનો ભાગ હોઈ શકે છે. "શક્ય છે કે આ સઘન રિવિઝન કાર્યક્રમને પ્રભાવિત કરવા માટે કરવામાં આવ્યું હતું," RTPS ઇન્ચાર્જ સૃષ્ટિ સાગરે જણાવ્યું હતું કે, મહેસૂલ અધિકારીએ 4 ઑગસ્ટના રોજ ટ્રમ્પ અરજી રદ કરી હતી અને સાયબર પોલીસને તેની જાણ કરી હતી. બિહારની સૌથી મહત્ત્વપૂર્ણ ચૂંટણી કવાયતોમાંની એક વચ્ચે આ મજાકથી ડિજિટલ દસ્તાવેજના દુરુપયોગ અંગે ચિંતા ઉભી થઈ છે, ખાસ કરીને જ્યારે હજારો લોકો રાજ્યની નાગરિકતા સાબિત કરવા માટે જરૂરી 11 સૂચિબદ્ધ દસ્તાવેજોનો અભાવ ધરાવે છે. હાલમાં આ કેસની તપાસ ચાલી રહી છે.

bihar donald trump bihar elections social media offbeat news national news us president