31 August, 2024 02:18 PM IST | Japan | Gujarati Mid-day Correspondent
ડૉલ્ફિનની ફાઈલ તસવીર
જપાનના મિહામા નગરની વાસાકા ખાડીમાં સ્વિમિંગ કરવા આવતા તરવૈયાઓ પર ડૉલ્ફિને હુમલો કર્યાના બનાવ વધ્યા છે. આ હુમલા બોટલનોઝ ડૉલ્ફિન કરે છે અને ‘એકલી’ અને સંભવિત ‘જાતીય રીતે હતાશ’ હોવાથી એ હુમલા કરતી હોવાનું નિષ્ણાતો માને છે.
આ માછલીએ એક વાર તો પ્રાથમિક શાળામાં ભણતા બાળક પર હુમલો કર્યો હતો. બાળકને આંગળીમાં ૨૦થી વધુ ટાંકા આવ્યા હતા. આ વર્ષે હુમલાની ૧૮ ઘટના બનતાં લોકોમાં ચિંતા પેઠી છે. ટોક્યોથી લગભગ ૨૦૦ માઇલ પશ્ચિમે આ વાકાસા ખાડી છે. ૨૦૨૨થી ડૉલ્ફિન હુમલા કરી રહી છે અને ઓછામાં ઓછા ૪૭ લોકો ઘવાયા છે. ઘણાને હાથ પર બચકાં ભર્યાં છે તો વળી કેટલાકને હૉસ્પિટલમાં દાખલ થવું પડે એવી ઈજા પહોંચાડી છે.