શ્વાનોની નસબંધી કરતાં પહેલાં એમને તિલક લગાવીને આરતી ઉતારી

14 May, 2026 12:38 PM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Correspondent

રવિવારે મોટી સંખ્યામાં શહેરના શ્વાનોને નસબંધી સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા

આ વિડિયો વાઇરલ થતાં કેટલાક લોકોએ એને પ્રાણીઓ પ્રત્યેનું સન્માન ગણાવ્યું

છત્તીસગઢના જગદલપુરમાં નગરપાલિકાએ રખડુ કૂતરાઓની સંખ્યા નાથવા માટે નસબંધી અભિયાન હાથ ધર્યું હતું. જોકે આ અભિયાનમાં શ્વાનો સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો એની ચર્ચા થઈ રહી છે. રવિવારે મોટી સંખ્યામાં શહેરના શ્વાનોને નસબંધી સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. અહીં તેમના પર મેડિકલ પ્રોસેસ કરવામાં આવે એ પહેલાં તેમને કંકુનું તિલક લગાવ્યું અને બધાની આરતી ઉતારીને પૂજા કરવામાં આવી હતી. આ વિડિયો વાઇરલ થતાં કેટલાક લોકોએ એને પ્રાણીઓ પ્રત્યેનું સન્માન ગણાવ્યું તો કેટલાકને આ મજાક લાગી. જોકે જગદલપુર નગરપાલિકાએ પ્રાણીપ્રેમીઓનાં દિલ જીતી લીધાં હતાં.

chhattisgarh offbeat news national news news