૪૧ કરોડ વર્ષ પહેલાં બ્રિટનમાં હાલના લૅબ્રૅડોર કૂતરાઓ જેટલા વિશાળ વીંછી હતા

05 June, 2026 01:18 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

જંગલોમાં કૂતરાની સાઇઝના વીંછી હોવાનું પ્રમાણ લગભગ ૪૧૫ મિલ્યન એટલે કે ૪૧.૫ કરોડ વર્ષ જૂનાં અશ્મિ પરથી તારવવામાં આવ્યું છે

પ્રેઆર્કટુઅર્સ ગિગાસ નામની પ્રજાતિના વીંછી

પ્રાચીન જીવાશ્મિઓ પર થયેલા એક નવા અભ્યાસ મુજબ સંશોધકોનું કહેવું છે કે એક સમયે બ્રિટનમાં વીંછીઓ ખૂબ જ જાયન્ટ સાઇઝના હતા. લગભગ આજના લૅબ્રૅડોર પ્રજાતિના ડૉગ જેટલા જાયન્ટ. જંગલોમાં કૂતરાની સાઇઝના વીંછી હોવાનું પ્રમાણ લગભગ ૪૧૫ મિલ્યન એટલે કે ૪૧.૫ કરોડ વર્ષ જૂનાં અશ્મિ પરથી તારવવામાં આવ્યું છે. સંશોધકોનું કહેવું છે કે પ્રેઆર્કટુઅર્સ ગિગાસ નામની પ્રજાતિના વીંછીઓ એક મીટરથી લાંબા હતા અને એ જીવ સમુદ્રનાં તટીય ક્ષેત્રોમાં રહેતા હતા. હાલમાં આપણે જે વીંછી જોઈએ છીએ એ સાઇઝના તો એના પંજા રહેતા હતા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ દ્વિચર પ્રાણીઓ હતાં મતલબ કે જળ અને સ્થળ બન્ને જગ્યાએ રહેતાં હતાં. આ વીંછી નાની માછલીઓનો શિકાર કરીને જીવતા રહેતા હતા. આ પ્રજાતિઓનાં જીવાશ્મિ ૧૫૦થી વધુ વર્ષોથી નેચર હિસ્ટરી મ્યુઝિયમમાં રાખવામાં આવ્યાં હતાં, પરંતુ હાલમાં  લેટેસ્ટ ટેક્નિકની મદદથી એ વાતની પુષ્ટિ થઈ હતી કે એ પ્રાચીન વીંછીનું કંકાલ છે. 

great britain offbeat news international news world news news