૧૦૦૦ રૉકેટ જમીન પર પાથરીને આગ લગાડી દીધી

10 November, 2023 11:30 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

કેટલાંક રૉકેટને આકાશ તરફ રાખીને બાકીનાં બધાં જમીન પર રાખવામાં આવ્યાં હતાં

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

રાજસ્થાનના યુટ્યુબર અને તેની ટીમે એક પછી એક સેંકડો રૉકેટ જમીન પર પાથરી દીધાં હતાં. કેટલાંક રૉકેટને આકાશ તરફ રાખીને બાકીનાં બધાં જમીન પર રાખવામાં આવ્યાં હતાં. એટલે જેવી આગ લગાવી કે તરત આકાશમાં રૉકેટ રૉકેટ થઈ ગયાં અને અદ્ભુત નઝારો સર્જાયો હતો. રાજસ્થાનના અમિત શર્મા ફેમસ યુટ્યુબર છે. તેની યુટ્યુબ ચૅનલ અનોખા અને ચૅલેન્જિંગ વિડિયો શૅર કરતી રહે છે. જ્યારે દિવાળી નજીક હોય ત્યારે તેણે ​લોકોને હેરાન કરતો વિડિયો શૅર કર્યો છે, જેમાં તેણે એકસાથે સેંકડો રૉકેટ ઉડાડ્યાં છે.

જોકે રૉકેટ આકાશને બદલે જમીન પર જ છોડવામાં આવ્યાં હતાં. આગ ચાંપતાં જ તમામ રૉકેટ આમ-તેમ ઊડવા માંડ્યાં હતાં. અમિતના આ વિડિયોને ૩૦ લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. હજારો લોકોએ એના પર કમેન્ટ પણ કરી છે. જોકે અમિતે તેના ફૅન્સને આવા સ્ટન્ટ ઘરે ન કરવાની સલાહ આપી હતી, કારણ કે આ રૉકેટ છોડવા માટે તમામ સાવધાની રખાય છે અને આ પ્રયોગ રાતે સૂમસામ વિસ્તારમાં થયો હતો.

diwali rajasthan offbeat news national news