ધૂમ સ્ટાઇલમાં ચાલતા ટેમ્પોમાંથી ચોરી થતો વિડિયો વાઇરલ

29 August, 2026 03:41 PM IST  |  Egypt | Gujarati Mid-day Correspondent

ઇજિપ્તના હાઇવે પર એક ચોરીની ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ‘ધૂમ’ સિરીઝની બૉલીવુડ ફિલ્મ જેવું દૃશ્ય અહીં હાઇવે પર ભજવાયું હતું. એક મોંઘીદાટ કાર માલવાહક ટેમ્પોની પાછળ લગભગ ચીપકીને દોડતી હતી.

ધૂમ સ્ટાઇલમાં ચાલતા ટેમ્પોમાંથી ચોરી થતો વિડિયો વાઇરલ

ઇજિપ્તના હાઇવે પર એક ચોરીની ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ‘ધૂમ’ સિરીઝની બૉલીવુડ ફિલ્મ જેવું દૃશ્ય અહીં હાઇવે પર ભજવાયું હતું. એક મોંઘીદાટ કાર માલવાહક ટેમ્પોની પાછળ લગભગ ચીપકીને દોડતી હતી. કારમાંથી એક વ્યક્તિ બોનેટ પર ચડેલી હતી અને બીજી વ્યક્તિ કારની સનરૂફમાંથી બહાર આવીને ઊભી હતી. બોનેટ પર ચડેલો માણસ ટેમ્પોનો દરવાજો ખોલીને એમાંથી માલનાં બૉક્સ કાઢીને સનરૂફ પાસે ઊભેલા માણસને આપતો જાય છે. આવાં સાત-આઠ બૉક્સિસની હેરાફેરી થઈ જાય ત્યાં સુધી કાર પેલા ટેમ્પોને લગભગ ચીપકેલી જ રહી છે. એ પછી કારની સ્પીડ ધીમી પડી જાય છે અને ટેમ્પો આગળ વધી જાય છે. હાઇવે પર અન્ય વાહનો પણ પસાર થઈ રહ્યાં છે. આ વિડિયો વાઇરલ થયા પછી શિપમેન્ટ કંપનીના માલિકે પોલીસમાં ફરિયાદ નોંધી છે.

egypt international news world news offbeat news viral videos Crime News