પિતાએ દીકરા માટે ૫૨૧ ભાષામાં I Love You કહેતું ગીત બનાવ્યું

30 January, 2026 12:39 PM IST  |  Denmark | Gujarati Mid-day Correspondent

૪૧ વર્ષના ફિલિપ હોલોને દીકરા વિલિયમની પહેલી વર્ષગાંઠ મનાવવા માટે આ ગીત બનાવ્યું હતું

ડેન્માર્કના મ્યુઝિશ્યન

ડેન્માર્કના એક મ્યુઝિશ્યન પિતાએ પોતાના દીકરા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે તેને ૫૨૧ ભાષામાં I Love You કહેતું ગીત બનાવ્યું હતું. ૪૧ વર્ષના ફિલિપ હોલોને દીકરા વિલિયમની પહેલી વર્ષગાંઠ મનાવવા માટે આ ગીત બનાવ્યું હતું. વાત એમ હતી કે દીકરાનો જન્મ ૨૧ મેના રોજ થયો હતો અને તેણે દીકરાને તે કેટલો પ્રેમ કરે છે એ અભિવ્યક્ત કરવા માટે થઈને પાંચમા મહિનાના ૫૦૦ અને ૨૧મી તારીખના ૨૧ના આંકડાને લઈને ૫૨૧ ભાષાઓમાં I Love You કહેવાનું નક્કી કર્યું હતું. આ ગીત એક વિશ્વવિક્રમ બની ગયો હતો. ફિલિપને પોતાને ડેનિશ, અંગ્રેજી, અરબી, હિબ્રૂ, ફ્રેન્ચ અને ચાઇનીઝ ભાષા આવડે છે. બાકીની ભાષાઓ માટે તેણે ઇન્ટરનેટ અને ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો. ફિલિપનું કહેવું છે કે આ ગીત એ સૌ લોકો માટે છે જેઓ પોતાના પ્રિયજનને પ્રેમના બે શબ્દો કહેવા માગે છે. હું ઇચ્છું છું કે આ ગીત લોકો માટે ‘મોટિવેશનલ મંત્ર’ જેવું કામ કરે. 

offbeat news international news world news denmark