18 August, 2025 09:53 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીમાં માનવસંબંધોને શરમ અપાવે એવી ઘટના ઘટી. ૩૯ વર્ષના એક પુરુષને તેની જ મા પર બળાત્કાર કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ૬૫ વર્ષની માએ પોલીસ-ફરિયાદમાં કહ્યું હતું કે ‘તેના દીકરાને સંદેહ હતો કે મારે વર્ષો પહેલાં એક્સ્ટ્રા મૅરિટલ સંબંધો હતા એટલે તેણે મને દંડ આપવા માટે થઈને મારી સાથે ખોટું કામ કર્યું હતું. હું, દીકરી અને પતિ ત્રણ હજ માટે ગયાં હતાં ત્યારે તેણે ફોન કરીને તાત્કાલિક અમને પાછાં બોલાવ્યાં હતાં. તેણે કહેલું કે હું ઇચ્છું છું કે મારા પિતા આ મહિલાને તલાક આપી દે. તેણે દાવો કર્યો હતો કે જ્યારે હું કાચી વયની હતી ત્યારે મારે બીજા પુરુષો સાથે સંબંધ હતા. એ શંકાને કારણે પહેલાં તો તેણે મને રૂમમાં બંધ કરીને ખૂબ મારી હતી. તેના હિંસક વર્તનથી ડરીને હું બહેનને ત્યાં રહેવા જતી રહી હતી. પરિસ્થિતિ શાંત પડી ગઈ છે એવું લાગતાં હું ૧૧ ઑગસ્ટે પાછી ઘરે આવી. એ જ રાતે તેણે એકલામાં વાત કરવી છે એમ કહીને મને અલગ રૂમમાં લઈ જઈને બળાત્કાર કર્યો હતો.’