એક આંખ, બે જીભ અને નાક વિના જન્મ્યું પપી

13 February, 2021 09:34 AM IST  |  Philippines | Gujarati Midday Correspondent

એક આંખ, બે જીભ અને નાક વિના જન્મ્યું પપી

ફિલિપીન્સમાં અકલાન પ્રાંતમાં ઍમી ડી માર્ટિનના ઘરે છઠ્ઠી ફેબ્રુઆરીએ તેના પાળેલા ડૉગીએ બે પપીને જન્મ આપ્યો હતો. એમાંનું એક પપી સાધારણ છે જ્યારે બીજું પપી નિસ્તેજ ચામડી ધરાવતું, એક આંખ, બે જીભ અને નાક વિનાનું સાઇક્લોસ પપી હતું. તેના મોઢાની બાજુએ બે જીભ જાણે કે ચોંટેલી છે અને નાકના સ્થાને મોં પર બરાબર વચમાં એક જ આંખ છે તથા નાક નથી. ઍમીએ આ પપીને હાથમાં લીધું ત્યારે એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.

માતાનું દૂધ પીવામાં તકલીફ થતાં ઍમીએ એને બૉટલની મદદથી દૂધ પીવડાવ્યું હતું અને તરત પશુઓના ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. જોકે આ પપી બચી શક્યું નહોતું અને એ જ દિવસે રાતે એ મરી ગયું હતું. ડૉક્ટરે જણાવ્યા અનુસાર ગર્ભાવસ્થા દરમ્યાન એને જન્મ આપનારી ડૉગીના ભોજનમાં ઝેરયુક્ત પદાર્થ ગયો હોઈ શકે છે, જેને કારણે બચ્ચું આવું જન્મ્યું હોય. જોકે સાઇક્લોસની માતા પપી મેનોપોઝલ હોવાથી એને આવું બચ્ચું જન્મવા પાછળ કોઈ અન્ય કારણ પણ હોઈ શકે છે. ઍમીએ એને બગીચામાં દાટવાને બદલે કાચની બૉટલમાં સાચવી રાખ્યું છે.

સાઇક્લોસ એક એવી દુર્લભ સ્થિતિ છે જે ગર્ભસ્થ માતાએ વિષયુક્ત પદાર્થ ખાવાને કારણે કે અન્ય જેનેટિક ડિસઑર્ડરને કારણે બચ્ચાના મગજ પર સીધી અસર પડે છે.

offbeat news international news philippines