પેન્ગ્વિન જેવા ક્યુટ સુશી બૉલ્સ મન મોહી લેશે

26 June, 2024 11:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્સ્ટાગ્રામ પર એક બહેન ફૂડને ફ્લાવર, ઍનિમલ અને બર્ડના શેષમાં સજાવીને શેર કરતાં રહે છે.

સુશી

જૅપનીઝ વાનગી સુશી આમ તો કાચી માછલી અને સ્ટિકી રાઇસમાંથી બને છે, પણ હવે એનું વેજિટેરિયન વર્ઝન પણ ઇન્ડિયન રેસ્ટોરાંઓમાં ધૂમ મચાવી રહ્યું છે. ટ્રેડિશનલ સુશીની ઉપર જે ઘેરું બ્રાઉન અથવા તો બ્લેક સીવીડનું આવરણ હોય છે એ જોવામાં કે ઈવન ટેસ્ટમાં પણ બહુ મજાનું નથી હોતું, પણ સોશ્યલ મીડિયામાં એક શેફે સુશીના બોલ્સને એટલા સુંદર સજાવ્યા છે કે લોકોનો સુશી પર પ્રેમ ઊભરાવા લાગ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર એક બહેન ફૂડને ફ્લાવર, ઍનિમલ અને બર્ડના શેષમાં સજાવીને શેર કરતાં રહે છે.

offbeat news mumbai food