વારાણસીની દુકાનનું નામ ‘લખનઉ ચિકન હાઉસ’, પણ વેચે છે કપડાં

08 March, 2023 12:47 PM IST  |  Varanasi | Gujarati Mid-day Correspondent

ફોટોગ્રાફને જોઈને સૌકોઈ કન્ફ્યુઝ થઈ રહ્યા છે.

વારાણસીની દુકાનનું નામ ‘લખનઉ ચિકન હાઉસ’, પણ વેચે છે કપડાં

ટ્‍વિટર પર એક દુકાનના સાઇનબોર્ડનો ફોટોગ્રાફ ખૂબ વાઇરલ થઈ રહ્યો છે, જેને જોઈને સૌકોઈ કન્ફ્યુઝ થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના વારાણસીના ગોદૌલિયા વિસ્તારમાં ‘લખનઉ ચિકન હાઉસ’ નામના એક સ્ટોરના સાઇનબોર્ડના ફોટોગ્રાફ સાથે એનું વર્ણન કરતાં એક યુઝરે લખ્યું કે ‘દુકાનના નામમાં લખનઉ છે, પરંતુ આ દુકાન છે વારાણસીમાં. ચિકન વેચવાનો દાવો કરે છે, પરંતુ એમાં એક ગાયનો ફોટો છે. વાસ્તવમાં આ દુકાનમાં શું વેચાય છે? કપડાં!’

જોકે કેટલાક ટ્‍વિટર-યુઝર્સે કમેન્ટ કરીને આ કન્ફ્યુઝન દૂર કરવાની કોશિશ કરી હતી.

જેમ કે એક જણે કમેન્ટ કરી કે ‘મને ખાતરી છે કે સાઇનબોર્ડનો અર્થ છે કે લખનઉ ચિકન. ચિકનકારી, એમ્બ્રૉઇડરીની ટ્રેડિશનલ લખનવી સ્ટાઇલ. જોકે ગાય શા માટે છે એનો કોઈ આઇડિયા નથી.’
બીજા એક યુઝરે વધુ માહિતી પૂરી પાડતાં લખ્યું કે ‘એ ગાય નહીં, આખલો છે. આ આખલો દરરોજ દુકાનમાં આવીને બેસતો. એનાથી દુકાનના માલિક કે કસ્ટમર્સને કોઈ પરેશાની થતી નહોતી. આ દુકાનના માલિક સાથે એનું બૉન્ડિંગ થઈ ગયું હતું. એ આખલો મરી ગયા પછી તેમણે તેમના સાઇનબોર્ડમાં એનો ફોટોગ્રાફ મૂક્યો છે.’

offbeat news national news varanasi lucknow