01 August, 2025 08:23 AM IST | Philippine | Gujarati Mid-day Correspondent
જેડ રિક વેર્ડિલો અને જમૈકા ઍગુઇલર
ફિલિપીન્સમાં વિલ્ફા નામનું વાવાઝોડું ત્રાટકતાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયેલાં. દરિયાઈ વિસ્તાર હોવાથી પૂર જેવી સ્થિતિ જલદી કાબૂમાં આવી શકે એમ નહોતી. જોકે એ દિવસે જેડ રિક વેર્ડિલો અને જમૈકા ઍગુઇલર નામના યુગલનાં લગ્નનું મુરત હતું. રસ્તા પાણીમાં તરબોળ હતા. ઈવન જે ચર્ચમાં લગ્નનાં વચનોની આપ-લે કરવાની હતી એમાં પણ ઘૂંટણ સમાણા પાણી ભરાઈ ગયાં હતાં. એમ છતાં યુગલે લગ્ન તો પાછાં નહીં જ ઠેલાય એવું નક્કી કરી લીધું હતું. ઘૂંટણ સમાણા પાણીમાં દુલ્હને તેની ઓઢણી પાણીમાં ફેલાવતી અનયુઝ્અલ તસવીરો પડાવી. દુલ્હાએ પણ ઘૂંટણ સમાણા પાણીમાં ઘૂંટણિયે પડીને જમૈકાને પ્રપોઝ કર્યું અને લગ્નનાં વચનોની આપ-લે કરી.