ચીનમાં બાળકોના યુરિનમાં ઉકાળેલા ઈંડાથી બનેલી કૉફી પીવાનો ટ્રેન્ડ

21 March, 2026 02:53 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

કૅફે સ્પષ્ટ કહે છે કે કૉફીમાં વપરાયેલાં ઈંડાં ૧૦ વર્ષથી નાની વયના બાળકના યુરિનમાં ઉકાળીને તૈયાર કરાયાં છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ચીનમાં એક કૅફેએ અજીબોગરીબ ડિશ ઇન્ટ્રોડ્યુસ કરી છે જે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે. એમાં એવી-એવી વિચિત્ર ચીજો વાપરવામાં આવી છે કે સાંભળીને જ માથું ફરી જાય. સૌથી પહેલાં તો કૉફીમાં ઈંડું વાપર્યું છે. એટલું જ નહીં, આ ઈંડું બાળકના યુરિનમાં ઉકાળીને બાફેલું છે. આ ચીજને બહુ પૌષ્ટિક કહીને પ્રમોટ કરવામાં આવી રહી છે. સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટમાં છપાયેલા રિપોર્ટ મુજબ ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં એક કૅફેમાં યુરિનમાં બાફેલા ઈંડાથી બનેલી આવી કૉફી વેચાય છે જેની કિંમત છે લગભગ ૩૦૦થી ૩૫૦ રૂપિયા. કૅફે સ્પષ્ટ કહે છે કે કૉફીમાં વપરાયેલાં ઈંડાં ૧૦ વર્ષથી નાની વયના બાળકના યુરિનમાં ઉકાળીને તૈયાર કરાયાં છે. એ પછી આ ઈંડાંને રોસ્ટ કરીને કૉફીમાં ઉમેરવામાં આવે છે. રોજ આ કૉફીના ૧૦૦ કપ વેચાય છે.

કહેવાય છે કે એક જૂની પરંપરા મુજબ બાળકોના યુરિનમાં પકાવેલાં એગ્સથી શરીરને ઠંડક મળે છે. હીટ સ્ટ્રોકથી બચવા માટે આ ઉપાય કરવામાં આવે છે. જોકે ડૉક્ટરો આ દાવા સાથે સહમત નથી. કિડની નિષ્ણાતોનું કહેવું છે કે ‘બાળકોના યુરિનમાં પણ માનવ-અપશિષ્ટ હોય જ છે. એમાં કોઈ પોષણ નથી હોતું. એનાથી નુકસાન થવાની પૂરી સંભાવનાઓ છે.’

china viral videos offbeat news international news world news news food news