દુબઈમાં ચીનની કંપનીએ કર્યું ફ્લાઇંગ ટૅક્સીનું ટેસ્ટિંગ

12 October, 2022 11:07 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

આ ફ્લાઇંગ ટૅક્સીમાં બે મુસાફરોને લઈ જઈ શકાય છે અને એની સ્પીડ ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની છે.

દુબઈમાં ચીનની કંપનીએ કર્યું ફ્લાઇંગ ટૅક્સીનું ટેસ્ટિંગ

ચીનની કંપનીએ સોમવારે દુબઈમાં ઇલેક્ટ્રિક ફ્લાઇંગ ટૅક્સીનું પરીક્ષણ કર્યું હતું. ભવિષ્યમાં લોકો એને લીધે ટ્રાફિકની ઝંઝટથી દૂર એક સ્થળેથી બીજે સ્થળે જઈ શકશે. ગુઆગઝુ સ્થિત એક્સપેન્ગ કંપની ધ એક્સપેન્ગ એક્સ નામની ફ્લાઇંગ કાર પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. બહુ ઓછી કંપનીઓએ પૅસેન્જરોને બેસાડીને ટેસ્ટિંગ કર્યું છે, પરંતુ ભવિષ્યમાં જરૂર આ પ્રોજેક્ટ સફળ થશે. સોમવારે કોઈ પણ વ્યક્તિને આ ટૅક્સીમાં બેસાડવામાં આવ્યા નહોતા, પરંતુ કંપનીએ જુલાઈ ૨૦૨૧માં પૅસેન્જર્સ સાથે પરીક્ષણ કર્યું હતું. આ ફ્લાઇંગ ટૅક્સીમાં બે મુસાફરોને લઈ જઈ શકાય છે અને એની સ્પીડ ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની છે. વિમાન તેમ જ હેલિકૉપ્ટર કરતાં આ ઇલેક્ટ્રિક ટૅક્સી સૈદ્ધાંતિક રીતે ઝડપથી મુસાફરોને લઈ જઈ શકશે. પાઇલટ વિનાનાં આ વાહનો એક દિવસ મુસાફરોને ભીડભાડવાળા રસ્તાની ઉપરથી લઈ જઈ શકશે. જોકે આ પ્રોજેક્ટે હાલમાં બૅટરી લાઇફ, ઍર ટ્રાફિક કન્ટ્રોલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

offbeat news china dubai international news