ડિલિવરી પહેલાં ઑપરેશન થિયેટરમાં મેકઅપ કર્યો, બાળક સામે પહેલી ઇમ્પ્રેશન સારી પડવી જોઈએને?

02 January, 2026 01:09 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

પ્રસવ થવાનો હતો એ પહેલાં તેણે ચહેરા પર થોડો મેકઅપ કરીને ચહેરો સરખો કરી લીધો હતો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

ડિલિવરી રૂમમાં તો હંમેશાં પીડાથી કણસતી અને બૂમો પાડતી મહિલાઓ જ હોય એવું કોણે કહ્યું? ચીનમાં એક મહિલા બાળકને જન્મ આપીને તેને આવકારવા માટે એટલી ઉત્સુક હતી કે તેણે એ માટે ઑપરેશન થિયેટરમાં જતાં પહેલાં છેલ્લી ઘડીએ તૈયાર થવા માટે ડૉક્ટર પાસે બે મિનિટનો સમય માગ્યો હતો. પ્રસવ થવાનો હતો એ પહેલાં તેણે ચહેરા પર થોડો મેકઅપ કરીને ચહેરો સરખો કરી લીધો હતો. તેણે કહ્યું કે બાળક સામે પહેલી ઇમ્પ્રેશન તો સારી પડવી જોઈએને? મહિલાની આ રમૂજી હરકતને કારણે પ્રસૂતિની રાહ જોઈ રહેલી બે નર્સો પણ હસવાનું ખાળી શકી નહોતી. આ વિડિયો શૅર કરનારી નર્સ આ સાથે લખે છે, ‘ડિલિવરી રૂમમાં પેશન્ટ જ્યારે આવી હળવાશ અનુભવે ત્યારે નર્સો અને ડૉક્ટરોનો પણ સ્ટ્રેસ હળવો થઈ જાય છે.’

viral videos offbeat news international news world news news china