ચીનમાં નવાં લગ્નની સંખ્યામાં વિક્રમી ઘટાડો અને ડિવૉર્સમાં વધારો

15 February, 2025 06:45 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીનની સરકારના ઘણા પ્રયત્ન છતાં ચીનમાં ૨૦૨૪માં રજિસ્ટર્ડ લગ્નોની સંખ્યામાં ૨૦૨૩ કરતાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે. ૨૦૨૩માં ૭૬,૮૦,૦૦૦ લગ્નની સરખામણીમાં ૨૦૨૪માં ૬૦,૧૦,૦૦૦ લગ્ન રજિસ્ટર થયાં હતાં

ચીનમાં ૨૦૨૪માં રજિસ્ટર્ડ લગ્નોની સંખ્યામાં ૨૦૨૩ કરતાં ૨૦ ટકાનો ઘટાડો થયો

ચીનની સરકારના ઘણા પ્રયત્ન છતાં ચીનમાં ૨૦૨૪માં રજિસ્ટર્ડ લગ્નોની સંખ્યામાં ૨૦૨૩ કરતાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે. ૨૦૨૩માં ૭૬,૮૦,૦૦૦ લગ્નની સરખામણીમાં ૨૦૨૪માં ૬૦,૧૦,૦૦૦ લગ્ન રજિસ્ટર થયાં હતાં. ૨૦૧૩માં ૧,૩૪,૭0,૦૦૦ લગ્નો થયાં હતાં અને ૨૦૨૩માં લગ્નની સંખ્યા અડધી થઈ ગઈ હતી તથા એમાં હજી વધુ ૨૦ ટકાનો ઘટાડો થયો છે. બીજી બાજુ ડિવૉર્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. લગ્નોની સંખ્યામાં આટલો બધો ઘટાડો ચીનની સરકાર માટે ચિંતાનો વિષય છે. ચીનની વસ્તીની ઉંમર વધી રહી છે અને બર્થ-રેટ ઘટી રહ્યો છે. ચીનમાં યંગ ગ્રૅજ્યુએટ્સને જૉબ-સિક્યૉરિટી નથી અને કૉસ્ટ ઑફ લિવિંગ પણ વધી રહી છે એટલે લાંબા સમયનું કમિટમેન્ટ કરવામાં અને ફૅમિલી સ્ટાર્ટ કરવાનો નિર્ણય લેવામાં લોકો અચકાઈ રહ્યા છે. સરકાર યંગ ગ્રૅજ્યુએટ્સને કૉલેજમાં જ પ્રેમ, લગ્ન, લાગણી, ફૅમ‌િલી વગેરેનું મહત્ત્વ સમજાવતા પ્રમોશન-પ્રોગ્રામ કરી રહી છે છતાં લગ્નોની સંખ્યા ઘટી રહી છે. 

china international news news world news offbeat news