દુલ્હને શરત રાખેલી કે દુલ્હા પાસે જે વાહન હશે એમાં જ તેની વિદાય થશે

13 May, 2025 04:11 PM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

દુલ્હો તો એ સાંભળીને ખુશીથી ઊછળી પડ્યો. તેણે પોતાની ૧૬ પૈડાંવાળી ટ્રેલર ટ્રકને નવેલી દુલ્હનની જેમ ફૂલોથી સજાવી દીધી.

દુલ્હને શરત રાખેલી કે દુલ્હા પાસે જે વાહન હશે એમાં જ તેની વિદાય થશે

મોટા ભાગે લગ્ન પછી દુલ્હો પોતાની દુલ્હનને લગ્ન બાદ બેસ્ટમાં બેસ્ટ વાહનમાં બેસાડીને પોતાના ઘરે લઈ જતો હોય છે, પણ મધ્ય પ્રદેશના છિંદવાડામાં એક દુલ્હને તેના થનારા પતિ સામે શરત મૂકી હતી કે પિયરથી વિદાઈ લઈને તે એવા જ વાહનમાં સાસરે આવશે જે પતિનું પોતાનું હોય. દુલ્હો તો એ સાંભળીને ખુશીથી ઊછળી પડ્યો. તેણે પોતાની ૧૬ પૈડાંવાળી ટ્રેલર ટ્રકને નવેલી દુલ્હનની જેમ ફૂલોથી સજાવી દીધી.

સોનુ ટ્રાન્સપોર્ટર છે અને તેની પાસે પોતાની ટ્રકો છે અને તેની થનારી પત્ની સોનમ શિક્ષક છે. તેને પોતાની હેસિયત કરતાં વધુનો દેખાડો કરવો જરાય ગમતો ન હોવાથી તેણે આ શરત મૂકી ત્યારે પતિ સોનુ  ખુશ થઈ ગયો હતો. તેણે ટ્રેલર ટ્રકને સજાવીને પોતે જ ડ્રાઇવર બનીને નાચતાં-ગાતાં એ ટ્રક ચલાવી અને નવીનવેલી દુલ્હને બાજુની સીટ પર બેસીને બરાબરની મજા માણી.

madhya pradesh national news news social media offbeat news