29 November, 2024 01:10 PM IST | Rajnandgaon | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
‘જેના પર વીત્યું હોય તેને જ ગંભીરતા સમજાય’ એવી ઉક્તિ આપણે ઘણી વાર બોલતા-સાંભળતા હોઈએ છીએ, પરંતુ છત્તીસગઢના એક યુવકની પ્રવૃત્તિથી અનુભવી પણ શકાય છે. રાજનાંદગાંવ જિલ્લાના જરવાહી ગામમાં રહેતા બીરેન્દ્ર સાહુની સગાઈ ૨૪ નવેમ્બરે કરિયાટોલા ગામની જ્યોતિ સાહુ સાથે થઈ હતી. પ્રસંગમાં બન્નેએ એકમેકને વીંટી પહેરાવી હતી. એ પછી હેલ્મેટ પહેરાવી હતી. આ રીતે બીરેન્દ્રએ ટ્રાફિકના નિયમોનું પાલન અને જાગરૂકતાનો સંદેશ આપ્યો હતો. એની પાછળનું કારણ એવું છે કે જાન્યુઆરી ૨૦૨૨માં બીરેન્દ્રના પિતા પંચરામ સાહુ બાઇક પર ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં અજાણ્યા વાહનની ટક્કર વાગી અને હેલ્મેટ નહોતી પહેરી એટલે માથામાં ગંભીર ઈજા થઈ અને તેઓ મૃત્યુ પામ્યા. માર્ગ-અકસ્માતમાં પિતાને ગુમાવ્યા પછી બીરેન્દ્રએ લોકોમાં હેલ્મેટ વિશે જાગૃતિ ફેલાવવાનો નિર્ણય કર્યો અને અત્યાર સુધીમાં તેણે ૧૦૦૦થી વધુ લોકોને નિ:શુલ્ક હેલ્મેટ આપી છે.