આ છે જગતનાં સૌથી પાતળાં હૅન્ડમેડ નૂડલ્સ

06 February, 2025 04:40 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચાઇનીઝ શેફ લી ઇન્હાઈએ ઇટલીના મિલાનમાં માત્ર ૦.૧૮ મિલીમીટર (૦.૦૦૭ ઇંચ)ની થિકનેસ ધરાવતાં નૂડલ્સ બનાવીને સૌથી પાતળાં હૅન્ડમેડ નૂડલ્સ બનાવવાનો વર્લ્ડ રેકૉર્ડ બ્રેક કરી ‘કિંગ ઑફ સુપર ​સ્કિની નૂડલ્સ’નું ટાઇટલ ફરી પોતાના નામે કર્યું છે.

જગતનાં સૌથી પાતળાં હૅન્ડમેડ નૂડલ્સ

ચાઇનીઝ શેફ લી ઇન્હાઈએ ઇટલીના મિલાનમાં માત્ર ૦.૧૮ મિલીમીટર (૦.૦૦૭ ઇંચ)ની થિકનેસ ધરાવતાં નૂડલ્સ બનાવીને સૌથી પાતળાં હૅન્ડમેડ નૂડલ્સ બનાવવાનો વર્લ્ડ રેકૉર્ડ બ્રેક કરી ‘કિંગ ઑફ સુપર ​સ્કિની નૂડલ્સ’નું ટાઇટલ ફરી પોતાના નામે કર્યું છે. ૨૦૧૦માં ઇટલીના મિલાનમાં લી ઇન્હાઈએ ૦.૩૩ મિલીમીટર (૦.૦૧ ઇંચ)ની થિકનેસ ધરાવતાં હૅન્ડમેડ નૂડલ્સ બનાવ્યાં હતાં.
ગિનેસ બુકના ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર શેફનો નૂડલ્સ બનાવવામાં અસાધારણ કુશળતા સાબિત કરતો વિડિયો શૅર કરવામાં આવ્યો છે એ વાઇરલ થઈ ગયો છે. 

offbeat news china international news world news