ChatGPTએ મહિલાને કીધું તારા પતિનું અફેર ચાલે છે, તો તેણે લીધો ચોંકાવનારો નિર્ણય

14 May, 2025 07:00 AM IST  |  Rome | Gujarati Mid-day Online Correspondent

ટૂલમાં મહિલાનું નામ "E" અક્ષરથી શરૂ થતું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જેમાં નોંધવામાં આવ્યું હતું કે પુરુષ તેની સાથે સંબંધ શરૂ કરવાનો હતો. વધુમાં, AI એ લખ્યું હતું કે તેનું તેની સાથે પહેલાથી જ અફેર હતું.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

છેલ્લા ઘણા સમયથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (artificial intelligence) એટલે કે એઆઇ સતત આગળ વધી વિકસી રહ્યું છે. જોકે આ એઆઇ વિકાસવાને સાથે તેને લઈને અનેક ચોંકાવનારી બાબતો પણ સામે આવી છે. લોકો AI ને તેમના જીવનમાં ક્યાં સુધી પ્રભાવ પાડવા દેય છે? તે વાત સમજવા જેવી છે. ઘણા લોકો તેમના કપડા સેટ કરવા, મેકઅપ અને બ્યુટી હૅક્સ જેવી ટિપ્સ અને માનસિક સ્વાસ્થ્ય માટે મદદ મેળવવા માટે AIની આ કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરી રહ્યા છ. આ બધી બાબતોથી આગળ વધતાં એક મહિલાએ AI ChatGPT સાથે તેના વૈવાહિક સંબંધો વિશે વાતચીત કરી અને તેને જે જવાબ મળ્યો તે હવે વાયરલ થઈ રહ્યો છે.

એઆઇ સાથેની ચૅટમાં, OpenAI ટૂલે મહિલાને સૂચવ્યું કે તેનો પતિ તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે. ChatGPT એ ઉલ્લેખ કર્યો કે તેનો ગ્રીક પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે અફેર કરી રહ્યો છે અથવા બીજી સ્ત્રીની કલ્પના કરી રહ્યો છે. આ ત્યારે શરૂ થયું જ્યારે મહિલાએ સોશિયલ મીડિયા ટ્રેન્ડમાં ભાગ લીધો હતો, જેમાં એઆઇ ટૂલ તમારા ભવિષ્યની આગાહી કરવા માટે કૉફી ગ્રાઉન્ડ્સનું વિશ્લેષણ કરશે. કૉફી બનાવ્યા પછી અને ફોટા સબમિટ કર્યા પછી, ChatGPT ને લાગ્યું કે મહિલાનો પતિ કોઈ અફેર કરી રહ્યો છે. એઆઇએ સલાહ આપીને આ મહિલાને એક આઘાતજનક પગલાં લેવાનું કહ્યું હતું.

પતિએ દાવો ફગાવી દીધો

જ્યારે મહિલાએ પતિને આ બાબતે વાત કરી અને ChatGPT ની માહિતી શૅર કરી, ત્યારે તેની પ્રતિક્રિયા સ્પષ્ટ હતી. પતિએ AI ના દાવાને "બકવાસ" ગણાવીને ફગાવી દીધો, પરંતુ મહિલાએ તેના પર નહીં પણ કૃત્રિમ બુદ્ધિ પર વિશ્વાસ કરવાનું પસંદ કર્યું. મીડિયા અહેવાલો અનુસાર, ChatGPT ને લાગ્યું કે પતિને બીજી સ્ત્રી માટે લાગણીઓ છે અને તે તેની કલ્પના કરી રહ્યો છે. ટૂલમાં મહિલાનું નામ "E" અક્ષરથી શરૂ થતું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જેમાં નોંધવામાં આવ્યું હતું કે પુરુષ તેની સાથે સંબંધ શરૂ કરવાનો હતો. વધુમાં, AI એ લખ્યું હતું કે તેનું તેની સાથે પહેલાથી જ અફેર હતું.

હવે પત્નીને છૂટાછેડા જોઈએ છે.

આ એઆઇના જવાબે મહિલાને મોટો નિર્ણય લેવા માટે પ્રેરિત કરી. મહિલાએ પતિ સામે છૂટાછેડા માટે હાકલ કરી. આ દંપતી હવે કાનૂની લડાઈમાં ફસાયેલું છે, જેમાં પતિના વકીલ છૂટાછેડા સામે દલીલ કરી રહ્યા છે કારણ કે AI દ્વારા કરવામાં આવેલા દાવા કાયદેસર રીતે માન્ય નથી કરી શકાતી.

ai artificial intelligence offbeat news greece international news rome