વર્ષે ૮ કરોડ કમાય છે આ ડૉગ

27 May, 2023 08:38 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ટકરને પોસ્ટ દીઠ ૬,૬૫૬થી ૧૧,૦૯૪ ડૉલર અંદાજે ૫૫ લાખથી ૯૨ લાખ રૂપિયાની કમાણી થાય છે

ટકર

સોશ્યલ મીડિયાને કારણે માત્ર માણસો જ નહીં પણ પ્રાણીઓ પણ સેલિબ્રિટી બની જાય છે. ઘણા લોકોને આશ્ચર્ય થાય છે, પણ ટકર નામક ગોલ્ડન રિટ્રીવર પ્રજાતિનો ડૉગ વર્ષે ૧ મિલ્યન ડૉલર અંદાજે ૮ કરોડ ૨૮ લાખ રૂપિયાની કમાણી કરે છે. ટકરને પોસ્ટ દીઠ ૬,૬૫૬થી ૧૧,૦૯૪ ડૉલર અંદાજે ૫૫ લાખથી ૯૨ લાખ રૂપિયાની કમાણી થાય છે. વળી કમાણીના મામલે એ તમામ ડૉગમાં પ્રથમ ક્રમાંક પર છે. ૩૧ વર્ષના કર્ટની બડઝિનનો આ ડૉગ બે વર્ષનો હતો ત્યારથી જાહેરાતોની કમાણીમાં કમાતો થઈ ગયો હતો. પરિણામે એના માલિક તેમ જ પત્નીએ નોકરી કરવાનું છોડી દઈને માત્ર ડૉગ તેમ જ એમના સંતાન ટોડ પર જ ધ્યાન આપવાનું નક્કી કર્યું હતું. ૨૦૧૮માં ટકર જ્યારે ૮ મહિનાનો હતો ત્યારથી એ ઇન્સ્ટાગ્રામ પર આવ્યો હતો. આઇસ ક્યુબને એ પંજો મારતો હોય એવો એનો વિડિયો ઘણો વાઇરલ થયો હતો. ટકરના સોશ્યલ મીડિયામાં ૨.૫ કરોડ ફૉલોઅર્સ છે.

offbeat news international news