સેફટી ગિયર વગર સ્ટન્ટ

19 May, 2023 02:02 PM IST  |  Caracas | Gujarati Mid-day Correspondent

વેનેઝુએલાના કાર્લોસ રેન્ગીફોના ફૉલોઅર્સ માટે આ કંઈ નવાઈ નથી, કારણ કે તે છેલ્લાં ૧૧ વર્ષથી આવા સ્ટન્ટ કોઈ પણ જાતનાં સેફ્ટી ગિયર્સ વગર કરે છે.

કાર્લોસ રેન્ગીફોના

સામાન્ય લોકો જે કામ કરવામાં ડરતા હોય છે એ કામ સ્ટન્ટમૅન પલકવારમાં કરી બતાવે છે. વિશ્વના સૌથી ઊંચા બિલ્ડિંગ પૈકીના એક દુબઈના બુર્જ ખલીફામાં આવાં કરતબ જોવા મળશે. વેનેઝુએલાના કાર્લોસ રેન્ગીફોના ફૉલોઅર્સ માટે આ કંઈ નવાઈ નથી, કારણ કે તે છેલ્લાં ૧૧ વર્ષથી આવા સ્ટન્ટ કોઈ પણ જાતનાં સેફ્ટી ગિયર્સ વગર કરે છે. તેણે તાજેતરમાં કહ્યું હતું કે ડર એ સકારાત્મક ઊર્જા છે.

કાર્લોસ રેન્ગીફોએ સૌપ્રથમ વેનેઝુએલાની રાજધાની કારાકાસની શેરીઓમાં સ્ટન્ટ કરવાનું શરૂ કર્યું હતું. તે એક બિલ્ડિંગના કિનારા પર બૅકફ્લિપ કરતો હતો, જે હજી અન્ડર કન્સ્ટ્રક્શન હતું. અન્ય એક ક્લિપમાં તે કારાકાસ ટાવરના કિનારા પર સાઇકલ ચલાવતો હતો. જોકે પછીથી તેણે કબૂલ્યું હતું કે આ ફુટેજ એડિટ કરવામાં આવ્યાં છે. કાર્લોસ રેન્ગીફોએ કબૂલ કર્યું હતું કે હું આવા સ્ટન્ટ કરતાં પહેલાં ઘણી બધી પ્રૅ​ક્ટિસ કરું છું.

offbeat news international news viral videos