ચાર ભેજાબાજ અમેરિકનોએ રીંછનો કૉસ્ચ્યુમ પહેરીને કર્યું ઇન્શ્યૉરન્સ સ્કૅમ

21 April, 2026 02:36 PM IST  |  California | Gujarati Mid-day Correspondent

ફ્રૉડ કરવામાં માત્ર ભારતીયો જ નહીં, અમેરિકનો પણ કંઈ પાછા પડે એવા નથી. અમેરિકાના કૅલિફૉર્નિયામાં ૪ ભેજાબાજોએ રીંછનો ઉપયોગ કરીને ઇન્શ્યૉરન્સના લાખો રૂપિયાનું સ્કૅમ કરી નાખ્યું.

ચાર ભેજાબાજ અમેરિકનોએ રીંછનો કૉસ્ચ્યુમ પહેરીને કર્યું ઇન્શ્યૉરન્સ સ્કૅમ

ફ્રૉડ કરવામાં માત્ર ભારતીયો જ નહીં, અમેરિકનો પણ કંઈ પાછા પડે એવા નથી. અમેરિકાના કૅલિફૉર્નિયામાં ૪ ભેજાબાજોએ રીંછનો ઉપયોગ કરીને ઇન્શ્યૉરન્સના લાખો રૂપિયાનું સ્કૅમ કરી નાખ્યું. આ લોકો રીંછનો કૉસ્ચ્યુમ પહેરીને લક્ઝરી કારોને નુકસાન પહોંચાડતા અને પછી કારને જંગલી રીંછે નુકસાન પહોંચાડ્યું હોવા બદલ ઇન્શ્યૉરન્સ ક્લેમ કરતા હતા. આ લોકોએ ૩ અલગ-અલગ કંપનીઓને વિડિયો મોકલીને કાર પર રીંછે કરેલા હુમલાને કારણે થયેલું નુકસાન ક્લેમ કર્યું હતું. જોકે તપાસ કરતાં ખબર પડી કે જે રીંછે કારને નુકસાન પહોંચાડ્યું હતું એની ચાલ ચાર પગવાળા પ્રાણી જેવી નહીં પરંતુ માણસ જેવી હતી. બાયોલૉજિસ્ટોએ આ અસલી રીંછ ન હોવાનું નોંધ્યું હતું. બીજું, આ ભેજાબાજોએ બ્રાઉન રંગના રીંછનો કૉસ્ચ્યુમ પહેર્યો હતો અને તેઓ ભૂલી ગયા કે કૅલિફૉર્નિયામાં ૧૯૨૦ની સાલ પછીથી બ્રાઉન રીંછ જોવા મળ્યા જ નથી. તેમણે રોલ્સ રૉય્સ ઘોસ્ટ અને મર્સિડીઝ સિરીઝની કારોને ટાર્ગેટ કરીને વીમો પડાવવાની સાઝિશ કરી હતી જે આખરે ઉજાગર થઈ ગઈ હતી. ૩ આરોપીઓને ૧૮૦ દિવસની જેલની સજા કોર્ટે સંભળાવી છે.

offbeat news california united states of america international news world news Crime News