૩૦૦ લોકો ચાલ્યા મૂરખા જેવી ચાલમાં

12 January, 2026 11:39 AM IST  |  Prague | Gujarati Mid-day Correspondent

એક બ્રિટિશ સિરીઝના પાત્ર મૉન્ટી પાઇથનની યાદમાં આ વૉક ઊજવાય છે

તસવીર સૌજન્યઃ એજન્સી

ચેક રિપબ્લિકના બ્રનો શહેરમાં શનિવારે એક ખાસ વૉકનું આયોજન થયું હતું. સિલી વૉક તરીકે જાણીતી આ વૉકમાં લગભગ ૩૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ પાર્ટિસિપન્ટ્સ કાળો સૂટ અને બૉલર હૅટ પહેરીને તથા હાથમાં સૂટકેસ લઈને ચાલવા નીકળ્યા હતા.

એમાં જાણે ફલાંગ ભરતા હોય એમ પગને છેક માથા સુધી ઊંચો લાવીને ડગલાં ભરવામાં આવ્યાં હતાં.

એક બ્રિટિશ સિરીઝના પાત્ર મૉન્ટી પાઇથનની યાદમાં આ વૉક ઊજવાય છે જેમાં લોકો મૂરખ જેવી સ્ટાઇલમાં ચાલીને નગરમાં યાત્રા કરવા નીકળે છે.

czech republic offbeat news international news world news